23 ઓગષ્ટ: ઓલપાડની કોબા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની કોબા પ્રાથમિક શાળામાં આજરોજ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષકોએ અવકાશ વિજ્ઞાનનાં મહત્વ તથા ભારતીય અવકાશ મિશનો વિશે બાળકોને રસપ્રદ માહિતી આપી હતી. આ વિશેષ દિવસની ઉજવણીનાં ભાગરૂપે બાળકો માટે ચિત્રકલા, મોડેલ પ્રદર્શન જેવી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. બાળકો દ્વારા બનાવેલા રોકેટ, ઉપગ્રહ અને ગ્રહોનાં મોડેલો આકર્ષણરૂપ બન્યા હતાં. શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ દ્વારા વિદ્યાર્થીઓને સંશોધન અને વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. અંતમાં વિજેતા બાળકોને પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

