ઓલપાડની કાંઠા વિસ્તાર સ્થિત મંદરોઇ પ્રાથમિક શાળામાં ગામનાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત મંદરોઇ ગામે પ્રતિભાશાળી બાળકોનાં સન્માનનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક ગામનાં ધોરણ-1 થી લઇ ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે નોંધપાત્ર દેખાવ કરેલ વિદ્યાર્થીઓને ગામનાં યુવા સામાજિક કાર્યકર રીંકેશ પ્રવિણભાઈ પટેલ, ગામનાં અગ્રણીઓ, શાળા શિક્ષકગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ઉપસ્થિત મહાનુભવો દ્વારા સન્માનપત્ર તથા મોમેન્ટો આપી નવાજવામાં આવ્યા હતાં.

ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં યોજાયેલ આ કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. કાર્યક્રમનાં સંયોજક એવાં ગુજરાત એસ.ટી.(સુરત-૧)માં કંડકટર તરીકે ફરજ બજાવતાં પંકજ છગનભાઈ પટેલે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. શાળાનાં આચાર્ય નગીનભાઈ પટેલ તથા સ્ટાફગણનાં જિજ્ઞેશ પટેલ, કૃણાલ ગરાસીયા, તુષાર કોસીયા, સેજલ પટેલ તથા સલોની પટેલે યોગ્ય સંકલન થકી કાર્યક્રમને સફળતા બક્ષી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *