તાપી માહિતી કચેરી દ્વારા તિરંગા યાત્રા દરમિયાન રાષ્ટ્રીય ગીતોનો કાર્યક્રમ યોજાયો

Contact News Publisher

સ્થાનિક કલાકારોએ દેશભક્તિ ગીતોથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૪ઃ તાપીના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાનદાર તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારની ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’નો સંદેશ જનજન સુધી પહોંચાડવા ૩૧ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. તાપી માહિતી કચેરી દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય ગીતોના કાર્યક્રમમાં હેમ્ઝ મ્યુઝીક ઇવેન્ટ ઓરકેસ્ટ્રા ગ્રુપે સુરીલા સંગીત સાથે સ્થાનિક કલાકારોએ દેશભક્તિને ઉજાગર કરતા દેશભક્તિ ગીતો રજુ કરી દર્શકોને ડોલાવી દીધા હતા.

આ રાષ્ટ્રીય ગીતોના કાર્યક્રમમાં સાજીંદા કલાકારો, કી-બોર્ડ હેમંત ગામીત, તબલા નૈતિક ગામીત,ઓકટોપેડ સુનિલ ગામીત,ગાયક કલાકારો નક્ષત્રા ઝાવડેકર, પ્રજ્ઞાબેન પટેલ, પ્રદિપ ચૌધરી, અલ્કેશ ચૌધરી,સુરભી ચૌધરી એ ધમાકેદાર દેશભક્તિ ગીતો ગાઈને ઉપસ્થિત તમામ લોકોના દિલ જીતી લીધા હતા. ઉદઘોષક તરીકે ડો.શૈષા શાહ,અરવિંદભાઈ ગામીતે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

તિરંગા યાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, ડો.જયરામભાઈ ગામીત,નગરપાલિકા પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાય, જિલ્લા સમાહર્તા ડો.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ સહિત મોટી સંખ્યામાં વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ અને શાળા, કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો ગૌરવભેર દેશભક્તિના રંગે રંગાયા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *