૨૦મા ગ્રામીણ ઓલિમ્પિક્સ – ભાગ લેવા માટે જિલ્લાના ખેલાડીઓએ તા.૨૦ ઓગસ્ટ સુધીમાં અરજી કરવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૩. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર મુકામે ૨૦મા ગ્રામીણ ઓલિમ્પિક્સનું આયોજન થશે. તા.૨૬.૦૮.૨૦૨૫ થી તા.૨૮.૦૮.૨૦૨૫ દરમિયાન યોજનારા ગ્રામીણ ઓલિમ્પિક્સ-૨૦૨૫-૨૬માં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા તાપી જિલ્લાના ખેલાડીઓને તા.૨૦.૦૮.૨૦૨૫ સુધીમાં અરજી કરવી. આ ગ્રામીણ ઓલમ્પિકમાં જુદા જુદા વય ક્ષેત્રમાં દોડ, લાંબીકૂદ, ગોળાફેંક, રીલે દોડ, માટલા દોડ, લંગડી, વોલીબોલ, કબ્બડી, વોલીબોલ, સાતોડી, લાડુ ખાવાની હરીફાઈ, દોરડા કુદ, કુસ્તી, રસ્સા ખેંચ જેવી વિવિધ સ્પર્ધાઓ આયોજિત થનારી છે.

સ્પર્ધામાં ભાગ લેવા માગતા ખેલાડીઓએ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મુસા રોડ, સરકારી લાઈબ્રેરીની પાછળ, ફાયર સ્ટેશન પાસે, વ્યારા, તાપી ખાતે તા.૨૦ ઓગસ્ટ, ૨૦૨૫ સુધીમાં રુબરુ જઇ રજિસ્ટ્રેશન કરાવવું. આ અંગેની વધુ વિગતો માટે કચેરીના ફોન નં. ૦૨૬૨૬-૨૨૦૭૭૦/ ૯૬૬૨૪૮૯૬૦૦ નો સંપર્ક કરવો, તેમ તાપી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *