અડધી રાત્રે નશો કરી આવેલ પતિએ મહિલાને ઘરમાંથી કાઢી મુકતાં મહિલાના પતિને પાઠ ભણાવી સમજણ આપતી 181 મહિલા હેલ્પલાઇન તાપી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લાના વાલોડ તાલુકાના એક ગામમાંથી અડધી રાત્રે એક મહિલાનો કોલ આવતાં જણાવેલ કે તેમના પતિ નશો કરી આવીને તેમની સાથે ઝઘડો કરે છે મહિલાના કપડાં સળગાવી દીધા ને મહિલા ને ઘરની બહાર કાઢીને દરવાજો બંધ કરીને સુઈ ગયા હતાં.

તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર જતાં પીડિત મહિલા બહેન ઘર ની બહાર બેઠેલા હતા ને તેમના પતિ દરવાજો બંધ કરીને સુઈ ગયાં હતાં. 181 મહિલા હેલ્પલાઇનની ટીમે મહિલાનાં પતિને દરવાજો ખોવાલી મહિલાના પતિને પાઠ ભણાવેલ, મહિલાનું કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે મહિલાના પતિનું ઘણા સમય પહેલાં બીજી મહિલા સાથે સંબંધ હતાં ને આ બાબતને બે વર્ષ થઈ ગયા હતાં ને મહિલાના પતિ સુધરી જઈશ એમ કહેતાં તેમની વચ્ચે સમાધાન થયું હતું પરંતુ તેમના પતિ સમાધાન કર્યા પછી પણ નાં સુધર્યા, મહિલાને ખુબ હેરાનગતિ કરતાં, દરરોજ નશો કરી આવી તેમની પત્નીને ખુબ અપશબ્દો બોલતાં, મહિલાના કપડાં સામે દેખાય જાય એટલે તેને સળગાવી દેતા, તેમના પતિ દરરોજ નશો કરી ને આવતાં હોવાથી તેમનાં બાળકોને પણ રોજ રાત્રે તેમના બાજુમાં રહેતા સંબંધી ને ત્યાં ઊંધવા મહિલા મુકી આવતાં હતાં, પીડીત મહિલા તેમના બાળકોના કારણે સહન કરીને રહેતા હતા. 181 ની ટીમ દ્વારા મહિલાના પતિને કાયદાકીય સમજણ આપેલ, તેમના પત્નીની કોઈ ભુલ નથી તેઓ બધું સહન કરીને રહે છે તો તેમની પત્નીને સમજીને તેમની જોડે સારી રીતે રહેવા જણાવેલ. તેમના કારણે તેમના બાળકો અને પત્ની બધાં હેરાન થાય છે તેમ સમજણ આપેલ, અડધી રાત્રે તેમની પત્નીને ઘરની બહાર કાઢી મુકવી શોભતું નથી તેમ સમજાવેલ અને કાયદાનું ભાન કરાવેલ. મહિલાના પતિ ને સમજણ આપતા તેમના પતિ સમજી જતાં બીજી વાર આવી ભુલ નહીં કરે તેમ જણાવતા હતા ને નશો કરવાનું છોડી દેશે તેમ જણાવતા હતા અને બીજી વાર આવી ભુલ થશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમના પતિને મંજુર હોવાથી પીડીત મહિલા તેમના પતિ ને છેલ્લી વાર મોકો આપવા માંગતા બંને પક્ષ હવે સારી રીતે રહેશે તેમ જણાવતા તેમની વચ્ચે તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા સમાધાન કરાવેલ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *