પશુ હેરાફેરીના ગુનાઓમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી તથા લોકલ ક્રાઇમ બ્રાંચ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઈન્સ્પેકટર, પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી., એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસો સાથે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન સાથેના એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ તથા અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહને મળેલ સંયુકત બાતમી આધારે સોનગઢ નવા આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ પશુ હેરાફેરીના ગુનામા મ સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી- રાજેન્દ્રભાઇ ઉર્ફે રાજુભાઇ શાંત્યાભાઇ ગાવીત ઉ.વ.૨૬, રહે. થુવા ગામ, પોસ્ટ ગડદ, તા.નવાપુર જી.નંદુરબાર (મહા.)ને પકડી પાડી તા.૧૨/૦૮/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે વ્યારા પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી ડી.એસ. ગોહિલ એલ.સી.બી. તાપી તથા પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકીયાભાઈ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ તમામ નોકરી એલ.સી.બી તથા એ.એસ.આઇ આનંદભાઇ ચેમાભાઇ, અ.પો.કો. દિપકભાઇ સેવજીભાઇ, અ.પો.કો રાહુલ દિગમ્બરભાઇ તમામ નોકરી પેરોલ ફલો સ્કોર્ડ તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

