વાલોડ તાલુકા કક્ષાની S.G.F.I.  રમતોત્સવમાં ગ્રામભારતી શાળાનો ઉત્કૃષ્ટ દેખાવ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વાલોડ તાલુકા કક્ષાની એસ.જી.એફ.આઈ અંતર્ગત વિવિધ રમતોમાં તાલુકા કક્ષાની ખોખો કબડ્ડીમાં વેડછી પ્રદેશ સેવા સમિતિ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈ માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓનો ખૂબ જ સુંદર દેખાવ રહ્યો. જેમાં અંડર 17 ખો ખોની રમતમાં ભાઈઓ તથા બહેનો તાલુકા કક્ષાએ ચેમ્પિયન થયા તેમજ અંડર 19 ખો ખોની રમતમાં ભાઈઓ રનર્સ અપ રહ્યા. આ ઉપરાંત કબડ્ડી અંડર 17 માં બહેનો વાલોડ તાલુકામાં રનર્સ અપ રહ્યા. આમ વાલોડ તાલુકા S.G.F I કક્ષા અંતર્ગત ખો ખો અને કબડ્ડી જેવી રમતમાં શાળાનો ખુબ જ સુંદર દેખાવ થતા મંડળના પ્રમુખ આદરણીય તરલાબેન શાહ તથા મંત્રીશ્રી મનીષભાઈ મિસ્ત્રીએ રમતવીરો અને તેમના કોચ તરીકેની સેવા આપનાર પ્રવીણભાઈ ચૌધરીને અભિનંદન પાઠવ્યા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other