બારડોલી અભયમ ટીમ દ્રારા “વિશ્વ સ્તનપાન સપ્તાહ” ઉજવણી દરમ્યાન 181 અભયમ મહીલા હેલ્પલાઇનની માહિતી આપી

Contact News Publisher

(પ્રિયા દુબે દ્વારા, બારડોલી) : રાજ્ય સહિત સુરત જિલ્લામાં દર વર્ષે તા 1થી 7 ઓગષ્ટ દરમિયાન ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી વિવિધ થીમ આધારિત ICDS વિભાગ દ્વારા કરવામાં આવે છે.જેમાં સુરત જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો ખાતે સમગ્ર અઠવાડિયા દરમિયાન દીવાલ પર સૂત્રલેખન, સ્તનપાનને સમર્થન આપવા સામૂહિક પ્રતિજ્ઞા, પર્સનલ અને ટેલિફોનિક કાઉન્સલિંગ સહિતના કાર્યક્રમો દ્વારા પ્રસૂતા, ધાત્રી માતાઓ તેમજ તેમના પરિવારોને શિશુ તેમજ માતાના સ્વાસ્થ્ય માટે સ્તનપાનના ફાયદા અને મહત્વ સમજાવવામાં આવ્યા હતા.

વિશ્વ સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતગાર કરવા માટે સૂરત જિલ્લાની અલગ અલગ આંગણવાડી કેન્દ્રોના આંગણવાડી વર્કર અને હેલ્પર સાથે સંકલનમાં રહીને બારડોલી અભયમ ટીમના કાઉન્સેલર પટેલ ખૂશ્બૂ અને એ.એસ. આઈ ચૌધરી વનિતાબેન દ્વારા 181 મહિલા હેલ્પલાઇનની માહિતી વધુમાં વધુ મહિલાઓ અને દીકરીઓ સુધી પહોંચી શકે તેવો પ્રયાસ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમ્યાન 181 અભયમ મહિલા હેલ્પલાઈન વિશે માહિતી આપવામાં આવેલ તેમજ મહિલાઓએ પોતાની આત્મસુરક્ષા કેવી રીતે કરવી, સ્ત્રી સશક્તિકરણ કોને કહેવાય, મહિલાઓ સાથે થતી હિંસાઓ માટેના કાયદાઓ, મહિલાઓના હકકો, અધિકારો, સમાજમાં વધતા જતા દૂષણો તેમજ કૂરિવાજો, માન્યતાઓ, અંધશ્રધ્ધાઓનો સામનો કઈ રીતે થઈ શકે, એ ઉપરાંત સરકાર દ્વારા મહિલાઓ માટે સુરક્ષાની વ્યવસ્થાના ભાગરૂપે અન્ય સંસ્થાઓ, આશ્રયગૃહો, આર્થિક તેમજ આરોગ્યલક્ષી યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવેલા ત્યારે મહિલાને ભયમુક્ત બનાવવા માટે ગુજરાત રાજ્યમાં કોઈપણ જગ્યાએ મહિલાઓ પર ઘરેલુ હિંસા, છેડતી ટેલીફોનિક ટોકિંગ, જાતીય સતામણી જેવા અનેક બનાવોમાં મહિલાને તાત્કાલિક 181 ટીમ મદદે પહોંચે છે.જો કોઈ મહિલાઓને તકલીફ પડે તો 181 માં કોલ કરવાથી વિનામૂલ્યે સલાહ, સૂચન-માર્ગદર્શન,બચાવ-મદદ થઈ શકશે.ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ અને દીકરીઓ મુશ્કેલીના સમયે ડરીને નહીં પરંતુ હિમ્મત રાખીને 181 નો ઉપયોગ કરે એવી બારડોલી 181 ટીમ દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી. 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ મહિલાઓની મદદ માટે 24×7 કલાક કાર્યરત છે.તેમજ મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ડિજિટલ સ્વરૂપમાં લોન્ચ થયેલી 181 મોબાઇલ એપ્લિકેશન ની માહિતી અંગે મહિલાઓને માહિતગાર કર્યા હતા.

 

જાણો 181 અભયમ એપની વિશેષતા શું છે

૧) 181 અભયમ મોબાઇલ એપ્લિકેશન ની વિશેષતા છે કે, હિંસા, છેડતી, હેરાનગતિ જેવી મુસીબતની સ્થિતિમાં ત્વરિત સહાય અને સુરક્ષા મેળવવા મોબાઈલ એપ દ્વારા 181 હેલ્પલાઈનનો સંપર્ક કરવાથી રેસ્ક્યુ વાન કે પોલીસની ટીમ ઝડપથી આપની મદદે આવશે.

૨) મહિલા ઘટના સ્થળ વિશે માહિતી આપી શકે તેમ ના હોય તો ‘પેનીક બટન’ દબાવતા જ ઘટના સ્થળની માહિતી એપ દ્વારા હેલ્પલાઇન સેન્ટરને પહોચી જશે.

૩)મોબાઇલ શેકીંગ કરતા (જોરથી હલાવતા) પણ કોલ થઇ શકશે, જેથી કટોકટીના સમયમાં ફોન કર્યા વગર મદદ મળી શકે.

૪)એપ માં 181 બટન દબાવતાની સાથે મુશ્કેલીની સ્થિતીમાં રહેલ મહિલાના પાંચ જેટલા સગાસબંધી કે મિત્રોને ઓટોમેટિક S.M.S થી સંદેશ મળી જશે.

૫)મહિલા ઘટના સ્થળના ફોટો અને વીડિયો પણ હેલ્પલાઈન સેન્ટર પર મોકલી શકશે.

૬)આ એપ એન્ડ્રોઈડ પ્લે સ્ટોર અને એપલ iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *