અમલસાડી-2 પ્રાથમિક શાળાનાં નવનિયુક્ત શિક્ષિકાને આવકાર
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત અમલસાડી-2 પ્રાથમિક શાળામાં આજરોજ નવનિયુક્ત શિક્ષિકા ઉર્વશીબેન ચૌધરી હાજર થતાં શાળાનાં મુખ્યશિક્ષક હસુબેન ચૌધરી, ગામનાં સરપંચ, શાળા વ્યવસ્થાપન સમિતિ, નિવૃત્ત શિક્ષક અશોકભાઈ ચૌધરી સહિત ગ્રામજનોએ તેમનું ભાવભર્યુ સ્વાગત કર્યુ હતું. આ સાથે શાળા સ્ટાફગણ તથા બાળકોએ પણ તેમને સન્માનપૂર્વક આવકાર આપ્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

