ક્લસ્ટર રિસોર્સ સેન્ટર કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં બાળમેળો-જીવનકૌશલ્યો મેળો યોજાયો

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત તથા બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ પ્રેરિત બાળમેળા તેમજ જીવન કૌશલ્યો આધારિત મેળાનું આયોજન ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન તમામ પ્રાથમિક શાળાઓમાં કરવામાં આવ્યું હતું.

બાળકોની સર્જનાત્મતા અને કૌશલ્યોની ખીલવણી થાય એવાં હેતુસર યોજાયેલ આ બાળમેળામાં બાલવાટિકાથી ધોરણ ૫ નાં બાળકો તથા જીવન કૌશલ્યો આધારિત મેળામાં ધોરણ ૬ થી ૮ નાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાઓમાં એસ.એમ.સી. સભ્યો તથા વાલીજનો ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે તાલુકાનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે પારડીઝાંખરી પ્રાથમિક શાળા ખાતે ઉપસ્થિત રહીને જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને નવું પ્લેટફોર્મ મળે છે. જે થકી તેમનામાં નવીન આત્મવિશ્વાસનો સંચાર થાય છે.

કાર્યક્રમ અંતર્ગત દરેક શાળાઓમાં બાળકો પોતાની શાળાનાં શિક્ષકનાં માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ફયુઝ બાંધવો, સ્કૂ લગાવવા, ટાયર પંચર બનાવવું, ભરતગૂંથણ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, માટીકામ, કલરકામ, કાગળકામ વિગેરેમાં ઉત્સાહભેર જોડાયા હતાં. અંતમાં બધી જ શાળાઓમાં બાળકો દ્વારા શું ગમ્યું ? શું ન ગમ્યું ? એ અંગે પ્રતિભાવો રજૂ કરવામાં આવ્યા હતાં.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *