સોનગઢ નગરમાં પતિએ પીડિતાને મારઝૂડ કરી ઘરમાંથી કાઢી મુકતા પીડિતાએ માંગી 181 હેલ્પલાઇનની મદદ

181
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યાર) : આજ રોજ સોનગઢ નગરમાંથી એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 ઉપર ફોન કરી જણાવેલ કે એક બેન તેમના ઘર પાસેના એરિયામાં સવારથી અટવાય છે હાલ રાત્રીનો સમય છે અને પૂછપરછ કરતા જણાવે છે કે પતિએ મારીને ઘરમાંથી કાઢી મુક્યા છે જેથી મદદની જરૂર છે.

કોલ આવતા તાપી 181 ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ પીડિતાને મળી કાઉન્સેલિંગ કરી હકીકત જાણી તો તેમને જણાવેલ કે તેઓના પતિ કાયમ નાની નાની બાબતે ઝગડા કરે છે થર્મલ પાવર સ્ટેશનમાં જોબ કરે છે સીફ્ટ વાઈઝ નોકરી કરે છે તેમને બે દીકરીઓ છે કાયમ કોઈને કોઈ બાબતે ઝગડા કરે છે જમવાનું બરાબર નથી બનાવતા, સાફ સફાઈ નથી કરી એમ નાની નાની બાબતે ઝગડા કરે છે હાલ સસરા બીમાર હોવાથી સારવાર માટે પીડિતાએ બોલાવ્યા હોવાથી તેમને અહીં કેમ બોલાવ્યા ઘરે મૂકી આવો એમ કરી ઘણા દિવસથી ઝગડા કરે છે. રાત્રે મને મારીને ઘરમાંથી કાઢી મુકતા આખી રાત અગાશી પર વિતાવી સવારે ઘરે ગયા તો ફરી ઝગડા કરી મારઝૂડ કરતા પીડિતા સવારથી ઘરમાંથી નીકળી ગયા હતા અને રેલ્વે સ્ટેશન પર આખો દિવસ બેસી રહ્યા. મોડી રાત થઈ ગઈ હોવાથી મંદિર પાસે આવીને બેઠા જેથી મદદ માટે એક ભાઈ એ કોલ કર્યો એમ જણાવેલ.

આમ તમામ હકીકત જાણી પીડિતા ને તેમના ઘરે જઈ પતિને સમજાવવા તેમજ પોલીસ કાર્યવાહી વિશે જણાવ્યું તો હાલ ઘરે જવા માંગતા ન હતા જેથી પીડિતાને સખી વન સ્ટોપ સેન્ટર વિશે માહિતી આપી જેથી પીડિતા સખી વન સ્ટોપ સેન્ટરમાં રહી આગળ કાર્યવાહી કરવા માંગતા હોવાથી વ્યારા સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવેલ અને આગળ કાર્યવાહી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા થશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *