તાપી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) હસ્તકના રોડ રસ્તા-બ્રિજના ફરતે જંગલી વનસ્પતિ દૂર કરીને માર્ગ સુગમ બનાવવાની કામગીરી હાથ ધરાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  ; તાપી જિલ્લામાં વાહન વ્યવહારની અવરજવરમાં સરળતા લાવવા અને વાહનચાલન માટે માર્ગ વધુ સુગમ બને તે હેતુથી તાપી જિલ્લા માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના તમામ રોડ રસ્તાઓ બ્રિજોની આસપાસથી જંગલી વનસ્પતિ (વેજીટેશન) અને ઝાડઝાંખરા દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

અત્યાર સુધી ઉચ્છલ-નિઝર રોડ (નેસુ બ્રિજ), વ્યારા ભેંસકાતરી રોડ, કોરાલા લોકલ ખાડી- ઇટવાઈ-વડપાડ-બોરીકુવા -ફૂલવાડી રોડ, રાણી આંબા-રૂપવાળા-સાદડકુવા રોડ, સારોલી મેજર બ્રિજ (વેલધા -કવિઠા- કુકરમુંડા રોડ),ઉચ્છલ-નિઝર રોડ પરના અવરોધ રૂપ બનેલી ઝાડીઝંખરા અને લતાવેલા છોડને દૂર કરીને રોડના બંને બાજુ ખુલ્લું બનાવાયું છે. આ કામગીરીના પરિણામે હવે વાહનોની અવરજવર સરળ બની રહેશે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *