વિદ્યા ગુર્જરી શાળામાં RFO હર્ષિદાબેન એસ. ચૌધરીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 2.O કાર્યક્રમ યોજવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી શાળામાં માન.શ્રી હર્ષિદાબેન એસ. ચૌધરી (R.F.O વ્યારા) ની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ 2.O કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં R.F.O શ્રી ના હસ્તે શાળામાં ફળાવ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું શાળાના આચાર્યશ્રી જયભાઈ વ્યાસે વૃક્ષોનું જતન કરવાનો વિશ્વાસ આપી સૌ વૃક્ષોને માવજત કરવા માટે ખાતરી આપી છે. તેમજ શાળાના સૌ બાળકોને વ્યારા વન વિભાગ ટીમના હસ્તે વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું છે. સૌ બાળકોએ વૃક્ષોનો કાળજી પૂર્વક ઉછેર કરવા માટે સપથ લીધા છે. R.F.O શ્રી દ્વારા પણ વિદ્યાર્થીઓને પર્યાવરણ નું જતન કેવી રીતે કરી શકાય તેની માહિતી આપવામાં આવી છે. વૃક્ષોનો ઉછેર કરવા માટે પણ તેમના દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં વન વિભાગ વ્યારાના ફોરેસ્ટર શ્રી શાંતિલાલભાઈ નાયક, શ્રી રાજેશભાઈ નિકુમ બીટગાર્ડ, શ્રી મનોજભાઇ પી. યેવલે તથા દિપ્તીબેન આઈ ગામીત શાળામાં ઉપસ્થિત થઈ વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ 2.0 કાર્યક્ર્મ અનુસાર યોગ્ય માર્ગદર્શન આપી વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. અને વન વિભાગની ટીમ દ્વારા 300 રોપાનું વિતરણ કરવામાં આવેલ છે.
આ પ્રસંગે શાળાના આચાર્યશ્રીએ માન.શ્રી હર્ષિદાબેન એસ. ચૌધરી (R.F.O વ્યારા) તથા સમગ્ર વ્યારા વન વિભાગની ટીમનો આભાર વ્યક્ત કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

