ગાંધીનગર ખાતે ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતની સંગઠનાત્મક બેઠક યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતની સંગઠનાત્મક બેઠક – 2025 તા.20/07/2025 રવિવારના રોજ સર્કિટ હાઉસ ગાંધીનગર ખાતે સંપન્ન થઈ.

ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં 15 પ્રતિનિધિઓએ આ સંગઠનાત્મક બેઠક માં હાજરી નોંધાવી હતી. રાષ્ટ્રિય સ્વયં સેવક સંઘના રાષ્ટ્રીય સલાહકાર અને ગંગા સમગ્રનાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી શ્રી રામાશિષજી, ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંયોજક શ્રી અરૂણસિંહ રાજપૂતજી, સહ સંયોજક શ્રી રાહુલ ત્રિપાઠીજી, ભારત રક્ષા મંચના ગુજરાતના સંયોજક શ્રી ઇલેવન ઠાકરજી, ગંગા સમગ્ર ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી, મુખ્ય મહેમાન મધુર ડેરીના ચેરમેન શ્રી શંકરસિંહ રાણા, શ્રી સુરેન્દ્રસિંહ સિસોદિયા (Ex. Exucu. Engeeniear સોમનાથ કોરિડોર), શ્રી જશુભાઈ પટેલ માજી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ગાંધીનગર કોર્પો. અને ડૉ.હસમુખભાઈ સિવિલ હોસ્પિટલ અમદાવાદ જેવાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગુજરાત ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં હાલમાં જ નિમણુંક પામેલાં 72 હોદ્દેદારો ની અધિકારીક જાહેરાત ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે ગંગા સમગ્ર ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી શ્રી પ્રકાશભાઈ યાદવ પાટીલજી દ્વારા કરવામાં આવી હતી. ગુજરાત પ્રદેશ કક્ષાએ સંખ્યાની દ્રષ્ટીએ સૌથી મોટું અને જમીની સ્તરે સૌથી સફળ ભવ્ય, દિવ્ય અને વધુ પ્રવૃત્તિઓ અને કાર્ય કરનારાં સંગઠન તરીકેની પ્રદેશ કક્ષાએ થી જાહેર સ્વીકૃતિ મળી હતી.

ગંગા સમગ્ર તાપી પ્રાંતનાં સંગઠનમાં જોડાયેલા માત્ર પાંચ પ્રતિનિધિઓની શરૂઆતથી હાલ સુધીમાં ત્રણ વર્ષનાં સમય ગાળામાં 90થી વધારે કાર્ય પ્રવૃત્તિ કરી હંમેશા મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઉપરી અધિકારીઓનાં યથાયોગ્ય માર્ગદર્શન તથા ગંગા સમગ્ર તાપી પ્રાંતની ટીમના મુખ્ય સભ્યોની ચર્ચા વિચારણા કરી અવારનવાર નીત નવા કાર્યક્રમો ઘડી એને સફળ રીતે પાર પણ પાડયા છે. સમાજને ઉત્તમ અનુકરણીય ઉદાહરણ પુરા પાડવા માટે કટિબદ્ધ રહી કાર્ય કરી આજે સૌ ઉપરી અધિકારીઓની પ્રશંસાના હકદાર બન્યા છે. ખરેખર, અધિકારીઓનાં બિરદાવવા પાત્ર કાર્યો માટે પ્રેરણા અને પ્રોત્સાહન આપવા ગંગા સમગ્ર તાપી પ્રાંત પરીવારનાં સાથીમિત્રો, ઉપરી અધિકારીઓના યથાયોગ્ય સમયે દિશા સૂચક માર્ગદર્શન કાર્ય કરવામાં ઉત્સાહ વર્ધક સાબિત થયા છે.

ગંગા સમગ્ર તાપી પ્રાંતના અઘ્યક્ષ સુદામ સાટોટેએ આ પ્રસંગે જણાવ્યુ કે, અમારા ઉપર મુકાયેલ વિશ્વાસને ભવિષ્યમાં પણ અમો આ રીતે જ કાર્ય કરી એમની અપેક્ષાઓ પર ખરાં ઉતરીએ એનાં માટે માઁ ગંગા ને શક્તિ પ્રદાન કરવા પ્રાર્થના.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *