ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સહકારી મંડળી લિ. ઓલપાડની 56 મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ધી ઓલપાડ તાલુકા પંચાયત કર્મચારીઓની ધિરાણ કરનારી અને ગ્રાહક સહકારી મંડળી લિ. ઓલપાડની 56 મી વાર્ષિક સાધારણ સભા તાલુકા હેલ્થ ઓફિસ, ઓલપાડનાં સભાખંડમાં મળી હતી. સભાનાં પ્રારંભે દીપ પ્રજ્વલન, સર્વધર્મ પ્રાર્થના તેમજ મૌન બાદ મંડળીનાં માનદ્ મંત્રી ગિરીશકુમાર એન. પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી એજન્ડા રજૂ કર્યા હતાં, જે સર્વાનુમતે બહાલ થયા હતાં. તેમણે જણાવ્યું હતું કે મંડળીની કુલ સભ્ય સંખ્યા 161 છે. સને 2024-25 નો ચોખ્ખો નફો 1,19,718 રૂપિયા થયેલ છે.
સતત 6 વર્ષથી પ્રમુખપદ સંભાળનાર ભાવેશકુમાર આર. પટેલની નવી ટર્મ સને 2025-26 માટે પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ તકે પ્રમુખ ભાવેશકુમાર પટેલે તમામ સભાસદોનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથોસાથ તેમણે તમામ શાખાનાં અધિકારીઓ સહિત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ઓલપાડ શાખા તથા સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક લિમિટેડ, ઓલપાડ શાખાનાં મેનેજરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. અંતમાં મંડળીની અવિરત પ્રગતિની પ્રભુ પ્રાર્થના સાથે પ્રમુખ ભાવેશકુમાર પટેલ તથા કમિટી મેમ્બરોએ મંડળીની સધ્ધરતા માટે માસિક બચતની રકમ રૂપિયા 1000 થી વધારીને રૂપિયા 2000 કરવાની રજૂઆતને સભાએ મંજૂર રાખી હતી. તદ્ઉપરાંત સભાસદ કરજ લોનની મર્યાદા 3 લાખથી વધારી 5 લાખ કરવાની ભલામણ પણ કરવામાં આવી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

