બેન્ક ઓફ બરોડાના 118 મા સ્થાપના દિન નિમિત્તે વિદ્યા ગુર્જરી શાળા દ્વારા બેંકની મુલાકાત યોજવામાં આવી.

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી શાળા દ્વારા તા.19/07/2025 ને શનિવારના રોજ બેંક ઓફ બરોડાનો 118 મો સ્થાપના દિવસ હોવાથી શાળાએ બેંકની શૈક્ષણિક મુલાકાત યોજી. શાળાના વિદ્યાર્થીઓને બેંકના હેડ કેશિયર માન.શ્રી ભાવેશભાઈ એમ. લોહાર અને શ્રીમતી સ્વપ્નાબેન પી. પટેલ દ્વારા બેંકની વિવિધ કામગીરી વિશે માહિતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને બેંકનું વિડ્રો ફ્રોર્મ આપી નાણાની લેવડ દેવડ માટે યોગ્ય માહિતી આપવામાં આવી તે ઉપરાંત બેંક દ્વારા નાગરિકોને આપવામાં આવતી વિવિધ સગવડોની માહિતી જેવી કે બચત ખાતુ, રિકરિંગ ખાતું એજ્યુકેશન લોન, મકાન લોન તથા વિવિધ ખાતા કેવી રીતે ખોલી શકાય તે વિશે માહિતગાર કરવામાં આવ્યા. ત્યારબાદ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી માટે સમય ફાળવવામાં આવ્યો. શાળાના બાળકોએ એક પછી એક પ્રશ્નો દ્વારા એમના બાળમાનસમાં ચાલતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું. બેંકના સ્ટાફ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરી મોં મીઠું કરાવવામાં આવ્યું. સૌ બાળકોને અભ્યાસ માટે ઉપયોગી કિટની ભેટ આપવામાં આવી.

ત્યારબાદ ઓફિસર શ્રીઓનો પરિચય અને તેમની વિશેષ કમગીરીની માહિતી આપવમાં આવી. જેમાં શ્રીમતી સ્વપ્ના બેન પી. પટેલ બેંક ઓફિસર, શ્રી આકાંક્ષાબેન બેંક ઓફિસર,શ્રી ભાવનાબેન એન. ચૌધરી ક્લાર્ક, શ્રી પ્રીતિબેન ડી.ગામીત ક્લાર્ક, જેઓની કામગીરી અને ફરજ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા.

અંતે શાળાના આચર્ય શ્રી જય ડી. વ્યાસ દ્વારા બેંક ઓફ બરોડાનો 118 માં સ્થપના દિન હોવાથી બેંક પરિવારને શુભેચ્છા પાઠવવામાં આવી. શાળાને સ્થપના દિન નિમિતે બેંકની મુલાકાતનઓ અવસર આપવા બદલ બેંક પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other