SRP કેમ્પ વાવનાં સહયોગથી મદની રેસિડેન્સી કઠોર ખાતે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજરોજ કઠોર ખાતે આવેલ મદની રેસિડેન્સીમાં SRP કેમ્પ વાવ, કામરેજનાં જવાનો દ્વારા Dysp શૈલેષ આચાર્યનાં માર્ગદર્શનમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો શાનદાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં SRP કેમ્પ વાવ સુરતનાં પોલીસ વિભાગનાં અધિકારીઓ તથા પોલીસ જવાનોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
સમાજ માટે પ્રેરણારૂપ આ કાર્યક્રમમાં PI પી.બી.પાટીલ સહિત PSI આર.જે.પટેલ, જિતેન્દ્ર જી.ગામીત, એસ.એન.ચૌધરી, ડી.એન.વસાવા, પી.જી.વસાવા તેમજ 8 આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટરો, 12 હેડ કોન્સ્ટેબલો તથા 30 પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સોસાયટીનાં પ્રમુખ મુસ્તાકભાઈ મન્સૂરી, મુસ્તફાભાઈ મલેક, યાસીનભાઈ મુલતાની, રમજાનભાઈ સુમરા, સોસાયટીનાં વડીલો, આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. આ યજ્ઞકાર્ય અંતર્ગત આશરે 800 થી વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રજાનાં મિત્ર એવાં કાયદો અને વ્યવસ્થા માટે ગુજરાતની આંતરિક સલામતી માટે સદૈવ કાર્ય કરતાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સનાં જવાનો દ્વારા ખૂબ ઉત્કૃષ્ટ અને ઉમદા કાર્ય કરવામાં આવ્યું. આ તકે સાંપ્રત સમયની ક્લાઈમેટ ચેન્જની સમસ્યા, વૃક્ષ ઉછેર પ્રત્યે જાગૃતિ, વૃક્ષોનું મહત્વ અને લોક સહકાર થકી પ્રકૃતિનાં જતન અંગે સૌને પ્રેરક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન યાસીનભાઈ મૂલતાની કર્યું હતું.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

