તાપી જીલ્લાની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા હલ્કી ગુણવતા વાળા ખાદ્ય પદાર્થો માટે વેપારીઓ સામે પગલા લેવામાં આવ્યા

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૧૧, તાપી. તાપી જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી ના ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ફૂડ અને સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ના કાયદા હેઠળ લુઝ પનીર, પ્રેપેડ ફૂડ, અલગ અલગ આઈસ્ક્રીમ, દૂધ, તેલ અને ઘી જેવી ખાદ્ય ચીજોના નમુના લેવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ વિક્રેતાઓને ત્યાં વેચાણમાં હોય તેવા કુલ ૧૮ નમૂનાઓ ગુણવતા અને સુરક્ષાના ધોરણે ખરા ઉતર્યા નથી. ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડએક્ટ હેઠળ આવા વેપારીઓ સામે એડજ્યુડીકેટીંગ ઓફિસરશ્રી અને અધિક નિવાસી કલેકટરશ્રી તાપી સમક્ષ તેમજ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલ છે. વ્યારા, સોનગઢ અને વાલોડ તાલુકાઓના અલગ અલગ વિક્રેતાઓને ત્યાં કરવામાં આવેલી તપાસમાં તમામ દુકાનદારોને પનીર, પનીર ની વાનગીઓ, ગાયનું દૂધ, આઈસ્ક્રીમ, બેકરી ટોસ્ટ, ઘીતેલ, કુલ્ફી જેવી અલગ અલગ ખાધ સામગ્રીઓને ચકાસીને તેના સબ સ્ટાન્ડર્ડમાં ફેઈલ થતા ૧૫ હજારથી ૩ લાખ ૫૦ હજાર સુધીનો એડજ્યુડીકેટીંગ દંડ કરવામાં આવેલો છે જેની કુલ રકમ રૂ. ૧૩ લાખ ૬૦ હજાર જેટલી થાય છે. મદદનીશ કમિશ્નરશ્રીની કચેરી, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરી દ્વારા એક અખબારી યાદીમાં આ વિગતો આપવામાં આવી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other