વાહનચાલકોને અગવડતા ન પડે તે માટે તાત્કાલિક ધોરણે ધોવાણ થયેલા રસ્તાઓનું રીપેરીંગ કરવામાં આવ્યું

0
Screenshot_20250711_205749_Samsung Notes
Contact News Publisher

નિઝર તાલુકામાં અંતરીક રોડ પર સિમેન્ટ કોન્ક્રીટનું પેચ વર્ક કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૧. તાપી જિલ્લાના પંચાયત હસ્તકના માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા નિઝર તાલુકાના ખોડદા એપ્રોચ જોઈનીંગ રોડ પર તેમજ કોથલીબુદક રોડ પર ગત રોજ સિમેન્ટ કોન્ક્રીટનું પેચ વર્ક કરવામાં આવ્યું હતું. ચોમાસાની શરૂઆતમાં જે રસ્તાઓ ખરાબ થઈ ગયા છે જ્યાં વાહનોની અવરજવરમાં અડચણ ઉભી થાય તેમ છે તે તમામ રસ્તાઓને સર્વે કરીને આ કામગીરી કરવામાં આવી રહી છે.
સમગ્ર તાલુકામાં તેમજ જિલ્લામાં ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. રોડ રસ્તાના રીપેરીંગ સમયે જરૂરી બેરિકેટિંગનાં સાધનો, ફલ્ડગેજ ચેતવણી સુચક બોર્ડ, રસ્તા બંધનાં બેનર, ડાયવર્ઝન બેનર, ટ્રી-કટર તેમજ જરૂરી તમામ સાધનો સાથે પીકપ અને જે.સી.બી જેવા સાધનો દ્વારા ત્વરિત કામગીરી કરી રોડને મોટરેબલ કરવામાં આવ્યા છે. મરામતની કામગીરી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને રસ્તો ટ્રાફિકેબલ રહે તે માટે સૂચિત બોર્ડ લગાવી તેમજ બેરીકેટીંગ કરી જરૂરી સાવચેતીના પગલાની ચોકસાઈ રાખી મરામત કામગીરી કરવામાં આવેલ છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *