ડોલવણ તાલુકાના ગારવણ ગામે ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત જનભાગીદારી કેમ્પનું સફળ આયોજન
Contact News Publisher

સરકારી યોજનાઓનો સીધો લાભ મળતા નાગરિકોમાં આનંદની લાગણી જોવા મળી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૫. ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ૩૦ જૂનથી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમ્યાન ચાલી રહેલા ધરતી આબા જનજાતિય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત ડોલવણ તાલુકાના ગારવણ ગામે જનભાગીદારી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધામણદેવી,ચકધારા અને ગારવણ ગામના સ્થાનિક ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ લીધો હતો. ગામજનોએ કેમ્પ સ્થળે જ પોતાની વિવિધ જરૂરી સેવાઓ માટે અરજી કરી અને ઘણા નાગરિકોને તાત્કાલિક પ્રમાણપત્રો તેમજ જોબ કાર્ડ સાહિતની વિવિધ સેવા મળી હતી.
જાતિ દાખલો, આવક દાખલો, રોજગાર જોબ કાર્ડનું વિતરણ, આયુષ્માન ભારત કાર્ડ વિતરણ,વૃદ્ધ, વિધવા પેન્શન યોજના,કૃષિ સહાય યોજનાઓની નોંધણી સહીત વિવિધ યોજનાઓ લાભો સહીત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.આ જનભાગીદારી કેમ્પમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉમટી પડ્યા હતા.
હજુ ૧૫ જુલાઈ સુધી અલગ-અલગ ગામોમાં આ અભિયાન અંતર્ગત જનભાગીદારી કેમ્પ યોજાનાર છે.
તાપી જિલ્લાના તમામ આદિજાતિ પરિવારોને અનુરોધ છે કે, તેઓ ગામમાં યોજાનારા આ કેમ્પોમાં જોડાઈ વિવિધ યોજનાઓનો લાભ મેળવે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

