તાપી જિલ્લામાં વાહનોના રજીસ્ટ્રેશન માટે પસંદગીના નંબરો મેળવવા માટે Re-Auction

પ્રતિકાત્મક તસવીર

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૦૫- આથી તાપી જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્રારા મોટર કાર (ફોર વ્હીલર) માટે સિરીઝ GJ26: AB, AE, AK તેમજ (ટુ વ્હીલર) GJ26: Q, R, S, AA, AC, AD, AF, AG, AH, AJ તેમજ ટ્રાન્સ્પોર્ટ (HGV) માટે GJ26: T, U આ સિરીઝના 0001 થી 9999ના ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન Re-Auction શરૂ કરવામાં આવનાર છે.જેમાં ભાગ લેવા માટેનો સમયગાળો નીચે મુજબ છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ તા. 12/07/2025 04:00:00 PM, બંધ થવાની તા. 14/07/2025 03:59:59 PM,હરાજી શરૂ તા. 14/07/2025 04:00:00 PM અને બંધ થવાની તા. 16/07/2025 04:00:00 PM

ઈચ્છા ધરાવનાર વાહન માલીકો તેમના વાહનનોનું http://parivahan.gov.in/fancy પર  ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે. જેની સુચનાઓ નીચે મુજબ છે. ૧. ફેન્સી નંબર મેળવવા ઈચ્છુક અરજદારોએ ઉપર દર્શાવેલ તે વેબ સાઈટ ઉપર જઈને  સી.એન.એ ફોર્મ વાહન ખરીદીના સાત(૭) દિવસમાં અચુક ઓનલાઈન ભરી દેવાનું રહેશે.

૨. ઓક્શનમાં સિલ્વર અને ગોલ્ડન નંબર માટે જરૂરી Base Price ચૂકવવાની રહેશે.

૩. ઓનલાઇન ઓક્શનએ ડાયનેમિક ઓક્શન પ્રક્રિયા રહેશે એટલે કે, અરજદારને હરાજી પ્રક્રિયા  દરમિયાન ઓનલાઇન ચેક કરીને, વખતો-વખત હરાજીની રકમમાં વધારો કરવાનો રહેશે. આ ઉમેરો ૧૦૦૦ના ગુણાંકમાં રહેશે.

૪. હરાજી પૂર્ણ થયેથી બિડીંગમાં વધારેલ હરાજીની રકમની ઓનલાઇન ચુકવણી દિન-૫માં  કરવાની રહેશે

જો આ નિયત સમયમાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશો, તો મૂળ રકમ જપ્ત કરી ફરીવાર હરાજી કરાવવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવાયું છે.

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

 

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *