ખેડૂતોને ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવેલ છે 

Contact News Publisher

બહાર ગામ રહેતા ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે

—- 

નોંધણી કરાવનાર ખેડૂતોને જ આગામી પી.એમ.કિસાનના હપ્તાનો લાભ મળવાપાત્ર થશે 

—- 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૨, તાપી. ભારત સરકાર દ્વારા ડિજિટલ પબ્લિક ઈન્ફાસ્ટ્રકચર- કૃષિ સબબ એગ્રીસ્ટેક પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં તમામ ખેડૂત ખાતેદારોને ફાર્મર રજીસ્ટ્રી (ખેડૂત નોંધણી) કરાવવી ફરજીયાત કરવામાં આવ્યું છે. “ફાર્મર રજીસ્ટ્રીનો મુખ્ય ઉપયોગ કૃષિ તથા સંલગ્ન વિભાગો દ્વારા ચાલતી વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જિલ્લાના તમામ ખેડૂતોને સરળ, પારદર્શક અને સમયસર પૂરો પાડી શકાય તે માટેનો છે. આ સિવાય ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોની ઓળખ પ્રસ્થાપિત કરી શકાશે તેમજ કૃષિ સેવાઓ જેવી કે કૃષિ ધિરાણ, ટેકાના ભાવે ખરીદી, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના જેવી યોજનાઓના લાભ ખેડૂતોને ઝડપથી ઉપલબ્ધ કરાવી શકાશે. હાલમાં પી.એમ કિસાન યોજના અંતર્ગત લાભ મેળવવા તમામ ખેડૂતોની ફાર્મર રજીસ્ટ્રી ફરજીયાત કરવામાં આવી છે.

રાજય સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ પી.એમ કિસાન હેઠળ નોંધાયેલા ખેડૂતો પૈકી નોંધણી કરાવેલ હશે તેવા જ ખેડૂતોને આગામી હપ્તાનો લાભ મળવાપાત્ર થશે, આથી તમામ બાકી ખેડૂતોએ જે તે ગામના વી.સી.ઈ /સી.એસ.સી.સેન્ટર/ગ્રામસેવક/તલાટીનો સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવી લેવા જિલ્લા વહીવટી તંત્ર મારફત દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

બહાર ગામ રહેતા ખેડૂતો gjfr.agristack.gov.in/farmer-registry-gj/#/ વેબસાઈટ પર જઈ સેલ્ફ રજીસ્ટ્રેશન કરી શકે છે અથવા કોઈ પણ નજીકના સી.એસ.સી (કોમ્પ્યુટર સહાયતા કેન્દ્ર) પર જઈ ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકે છે. આ માટે તમામ ખેડૂતોએ આધાર કાર્ડ/ જમીનના ઉતારાની નકલ- ૮અ/૭-૧૨ તેમજ આધાર કાર્ડ લીંક હોય તે મોબાઇલ સાથે રાખવો ખાસ જરૂરી છે તથા દસ્તાવેજની નકલ કોઈ પણ ઓપરેટરને આપવાની રહેતી નથી. ફકત ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી વિગતો ઓપરેટરને જણાવવાની રહે છે એમ તાપી જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.

-૦૦૦-

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other