તાપી જીલ્લાનાં સોનગઢ તાલુકામાં વરસાદથી નુકશાન થયેલા રસ્તા/સ્ટ્રક્ચરની પુરજોશમાં મરામત કરવામાં આવી

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ તાલુકામાં આવેલ પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ, સોનગઢ હસ્તકના નાળા, કોઝવે તથા રસ્તાઓ તાજેતરના ભારે વરસાદથી નુકશાન પામ્યા હતા જેની પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ સોનગઢની ટીમે તાત્કાલિક ધોરણે સ્થળ મુલાકાત અને સર્વે કરી જરૂરી મરામતની કામગીરી કરી નુકશાનવાળા રસ્તાઓને વાહનવ્યવહાર લાયક બનાવ્યા છે.

સોનગઢ તાલુકાનાં પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દ્વારા સર્વેની કામગીરી ચાલુ રાખી સ્થળ-સ્થિતિ મુજબની જરૂરી કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે, તેમજ ખેડુતો, વિધ્યાર્થીઓ તથા ગ્રામજનોને રસ્તાઓ પર થયેલ નુકશાનથી વાહનવ્યવહારને અસર થવાની સાથે લોકોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે એના માટે ટીમે સર્વે કરી મશીનરી લગાવી જી.એસ.બી., વેટમીક્ષ, રબલ વગેરેથી પુરાણની મોટા પાયે કામગીરી કરી રસ્તાઓને ટ્રાફિકેબલ કર્યા છે. આ મરામતની કામગીરીને લઈ વાહનવ્યવહારમાં લોકો માટે એક સુવિધા સાથે પડતી મુશ્કેલીઓથી રાહત થઇ છે.

પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ તાપી હસ્તકના સોનગઢ તાલુકાનાં પાણીમાં ગરકાવ થઇ ઓવરટોપીંગ થતા ડુબાઉ કોઝવે / નાળાઓ પર કોઈ અકસ્માત ન થાય અથવા અનિચ્છનીય બનાવો ન બને તે માટે તાપી પંચાયત (માર્ગ અને મકાન વિભાગ) ના સોનગઢ પેટા વિભાગીય કચેરીની ટીમ દ્વારા બેરીકેટીંગ, ચેતવણી બોર્ડ અને ફલડ ગેજ બોર્ડ લગાવી દિશા સૂચન માટે પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે. તેમજ પંચાયત (માર્ગ અને મકાન) વિભાગ તાપી હસ્તકના સોનગઢ તાલુકાના (૧) એન.એચ. ટુ માંડળ જાગૃતિ હાઈસ્કુલ રોડ (૨) કિકાકુઈ નિશાણા રોડ (૩) ખરશી ધમોડી રોડ (૪) એન.એચ. ટુ કિકાકુઈ રેલ્વે સ્ટેશન રોડ (૫) અગાસવાણ નિશાણા રોડ તથા (૬) મોટી ખેરવાણ ધધોડી ફળીયા રોડ વગેરે તમામ માર્ગોની ટીમ દ્વારા સતત જેસીબી ટ્રેક્ટર, લેબર દ્વારા કામગીરી હાથ ધરી રસ્તારઓ ટ્રાફિકેબલ રાખવામાં આવેલ છે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *