ઓલપાડની નઘોઈ પ્રાથમિક શાળામાં રંગેચંગે પ્રવેશોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની નઘોઈ પ્રાથમિક શાળામાં આજરોજ શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. ઓલપાડ તાલુકા પંચાયતનાં કારોબારી અધ્યક્ષ જયેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રવેશોત્સવમાં ઓલપાડ તાલુકા પંચાયતનાં દંડક કિશોરભાઈ રાઠોડ તથા કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજયભાઈ પટેલ જોડાયા હતાં. ગામનાં પ્રથમ નાગરિક ચંદ્રિકાબેન પટેલ, પંડવાઈ સુગરનાં ડિરેક્ટર હિતેન્દ્રભાઈ પટેલ, એસ.એમ.સી. અધ્યક્ષ, આંગણવાડી કાર્યકર જયશ્રીબેન પટેલ તેમજ વાલીજનો ઉપસ્થિતિમાં આંગણવાડીનાં બાળકો, બાલવાટિકાનાં બાળકો અને ધોરણ-૧ નાં પ્રવેશપાત્ર બાળકોને કુમકુમ કરી ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં શાળામાં આવકાર આપવામાં આવ્યો હતો.
પ્રારંભે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગતગીત રજૂ કરવામાં આવ્યા હતાં. ગામનાં પ્રથમ નાગરિક ચંદ્રિકાબેન પટેલે પ્રવેશ પામેલ બાળકોને શુભાશિષ પાઠવ્યા હતાં. કાર્યક્રમનાં અંતિમ ચરણમાં શાળાનાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતાં. અંતમાં આભારવિધિ શાળાનાં આચાર્ય હેતલબેન પટેલે આટોપી હતી. સમગ્ર કાર્યક્રમને સુચારુ પાર પાડવા કમરોલી અને મીંઢી પ્રાથમિક શાળાનાં આચાર્ય અનુક્રમે જ્યોતિબેન પટેલ તથા સરોજબેન ચૌધરીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ તકે ઉપસ્થિત મહાનુભવો દ્વારા શાળા પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
