તાપી જિલ્લામાં ૩૦જૂન થી ૧૫ જુલાઈ દરમિયાન “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન” અંતર્ગત વિશેષ ઝુંબેશ યોજાશે
ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હેઠળ તાપી જિલ્લાના ૩૬૯ આદિવાસી ગામોને આવરી લેવાશે
વિવિધ યોજનામાં વ્યકિતગત આવાસ,આધારકાર્ડ, રેશનકાર્ડ, રોડ-રસ્તા, પીવાનું પાણી, આરોગ્ય, સેનીટેશન, પોષણ,પીએમ કિસાન સન્માન નિધિ જેવી સેવાઓ પુરી પાડવામાં આવશે.
તાપી જિલ્લા કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.21. દેશના આદિવાસી આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય, નવી દિલ્હી દ્વારા મંજૂર કરવામાં આવેલ “ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન (DA-JGUA)” અંતર્ગત તાપી જિલ્લામાં તા. જૂનથી ૩૦ જૂનથી ૧૫ જુલાઈ ૨૦૨૫ દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરાશે.જેમાં તાપી જિલ્લાના ૭ તાલુકાના ૩૬૯ આદિવાસી ગામોને આવરી લેવાશે.
જેના અનુસંધાને તાપી જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. વિપિન ગર્ગ ના અધ્યક્ષપણા હેઠળ કલેકટર સભાખંડ ખાતે ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના આયોજન અંગે બેઠક યોજાઈ હતી. જેમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આદિમ જૂથના લોકોના આધાર કાર્ડ, આયુષ્માન ભારત કાર્ડ (PM-JAY), જાતિનું પ્રમાણપત્ર, PM-KISAN નો લાભ સૌને મળી રહે તે માટે સ્થાનિક વહીવટીતંત્ર, વિભાગીય સંકલનની સક્રિય ભાગીદારી સાથે પાત્રતા ધરવતા તમામ આદિવાસી પરિવારો લાભો વિતરણ કરવાના છે.
વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી સમુદાયના ઉત્થાન માટે સરકારની વિવિધ યોજનાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તેમજ લાભ મેળવવાં પાત્ર કોઈપણ લાભાર્થી રહી ન જાય એ મુજબની કામગીરી કરવામાં આવે તેમજ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ-ગામના તલાટી,ગ્રામસેવકો, આંગણવાડીની બહેનો,આશા બહેનોના સહયોગ વડે આ ઝુંબેશ વધુ અસરકારક બને તે મુજબનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.
પ્રાયોજના વહિવટદારશ્રી જયંતસિંહ રાઠોડે સમગ્ર ઝુંબેશની માહિતી આપતા તમામ અધિકારીશ્રીઓએ ધરતી આબા અભિયાન હેઠળ આયોજિત કેમ્પ દરમિયાન કરવાની થતી કામગીરી અંગે વિગતે માર્ગદર્શન પૂરું પડ્યું હતું.
નોધનિય છે કે,આ યોજનામાં વ્યકિતગત આવાસ યોજના હેઠળ આવાસો આંગણવાડીના સહયોગ થકી મહિલા અને બાળકોનું સ્વાસ્થ્ય અને પોષણ સંબંધિત કામગીરી, સિકલસેલ એનીમિયાના નિવારણને પ્રાથમિકતા આપવામાં આવશે તથા અન્ય લાભો જેમ કે આધાર કાર્ડ, જાતિના દાખલા,આયુષ્માન કાર્ડ, જનધન ખાતા, પી.એમ. કિસાન કાર્ડ, વગેરેનો લાભ લાભાર્થીને આપવામાં આવશે.
આ બેઠકમાં ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી ખ્યાતિ પટેલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, વ્યારા પ્રાંત અધિકારી સંદિપ ગાયકવાડ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ તાલુકા વિકાસ અધિકારીઓ અને મામલતદારો વીસીના માધ્યમથી જોડાયા હતા.
0000
