નવા શૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે ઓલપાડ તાલુકાની તમામ શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી 

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કાળઝાળ ગરમી વચ્ચે 35 દિવસનું નિર્ધારિત ઉનાળુ વેક્શન પૂર્ણ થતાં જ રાજ્યભરની શાળાઓ સહિત ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ, આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓ બાળકોનાં કલરવથી ગુંજી ઉઠી હતી.

સને 2025-26 નાં નવા શૈક્ષણિક સત્ર માટે શાળાઓ રાબેતા મુજબ શરૂ થવા પામી છે ત્યારે શાળાઓનાં શિક્ષકો દ્વારા વિધાર્થીઓને કુમકુમ તિલક કરી ચોકલેટ તથા પુષ્પ અર્પણ કરી ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. કેટલીક શાળાઓમાં એસ.એમ.સી. સભ્યોએ પણ ઉપસ્થિત રહીને બાળકોને સ્નેહપૂર્વક આવકાર્યા હતાં. જેનાં પગલે વિધાર્થીઓમાં અનેરા આનંદનો સંચાર જોવા મળી રહ્યો હતો.

નવા શૈક્ષણિક સત્ર 2025-26 નો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે બાળકો તથા શિક્ષકો માટે નવું શૈક્ષણિક વર્ષ ખૂબ જ આનંદદાયી અને પ્રગતિમય બની રહે એવાં આશીર્વચન સાથે ઈન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ, બીટ નિરીક્ષક વિજયભાઈ જરગલિયા તથા ભરતભાઈ ટેલર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ સહિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર સહિત તમામ તાલુકા ઘટક સંઘનાં હોદેદારો ઉપરાંત સી.આર.સી. કો-ઓર્ડિનેટર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other