કામરેજમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી એન.જી. પાંચાણી, ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેકટર, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ એ.એસ.આઇ. આનંદભાઇ ચેમાભાઇ પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઈ. જયેશભાઈ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને સંયુકત રીતે ખાનગી રાહે બાતમી અધારે મોજે-ફુલવાડી ત્રણ રસ્તા પાસે સુરત ગ્રામ્યના કામરેજમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામા સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ- આરોપી દિપકભાઇ સંજયભાઇ પાડવી રહે.કુકરમુંડા, તા.કુકરમુન્ડા જી.તાપી નાને તા.૦૯/૦૬/૨૦૨૫ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે કુકરમુંડા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામ, એ.એસ.આઇ. જયેશભાઇ લીલકિયાભાઇ, અ.હે.કો અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઈ મહેન્દ્રભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના એ.એ.આઇ. આનંદજીભાઇ ચેમાભાઇ, અ.પો.કોન્સ. રાહુલભાઇ દિગંમ્બરએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
