વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂજ ખાતેથી તાપી જિલ્લાને આપી વિકાસકાર્યની ભેટ

Contact News Publisher

આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે સરકાર પ્રતિબદ્ધ -આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

૮૦૦ મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ-૭ અને નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભૂજ ખાતેથી ઉકાઈ સ્થિત ૮૦૦ મેગાવોટ અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટ-૭, અને નવા માર્શલિંગ યાર્ડનું રીમોડેલિંગના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત કરીને તાપી જિલ્લાના વિકાસથી ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રના આત્મનિર્ભરતાના વિઝનને સાકાર કરવાની દિશામાં વધારો કર્યો છે.

આ પ્રસંગે તાપી જિલ્લામાં આયોજિત કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત રાજ્યની સિધ્ધિઓમાં સતત વધારો થયો છે. ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિ, સેમિ કંડક્ટર સેક્ટર, ટૂરિઝમ સેક્ટર, આઈટી સેક્ટર કે પછી શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના નવા સોપાનો સર કર્યા છે. રોજગારી ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બન્યું છે.

મંત્રીશ્રી હળપતિએ જણાવ્યું કે, તાપી જિલ્લો વિવિધ ક્ષેત્રમાં આગળ વધે અને વિકસિત તાપી જિલ્લાથી રાજ્ય અને રાષ્ટ્ર વિકસિત બને તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આદિજાતિ સમુદાયની ચિંતા કરીને તેમને વિકાસના માર્ગે દોર્યા છે.

આ પ્રસંગે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લ પંચાયતના પૂર્વપ્રમુખ, સંગઠન પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા અને તાલુકાના સદ્સ્યશ્રીઓ, સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

000

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *