જળાશયમાં પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્યપાલનની ઉજ્જવળ તકો બાબતે એક દિવસીય સેમિનારનું આયોજન

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર, કામધેનુ યુનિવર્સિટી, ઉકાઈ ખાતે “જળાશયમાં પાંજરા પાલન પદ્ધતિથી મત્સ્યપાલનની ઉજ્જવળ તકો”વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન તા-૨૦/૦૫/૨૦૨૫ ના રોજ કરવામાં આવેલ હતું. સદર સેમિનારનો મુખ્ય ઉદ્દેશ અત્રેના વિસ્તારના કુદરતી જળ સંશાધનોના કાર્યક્ષમ મત્સ્ય પાલન માટે ઉપયોગ કરી રોજગારીની તકો ઊભી કરવાના અભિગમને ધ્યાને લઈ ઉકાઇ જળાશયમાં વૈજ્ઞાનિક ઢબે પાંજરાપાલન પદ્ધતિથી મત્સ્ય પાલનના યોગ્ય આયોજન કરી વધુ મત્સ્ય ઉત્પાદન મેળવી ભવિષ્યમાં અત્રેના વિસ્તારમાં ચોક્કસ પણે નીલક્રાંતિની સંભાવના વધી શકે તેમ છે. સદર કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે અધ્યક્ષ સ્થાને કામધેનુ યુનિવર્સિટી ના કુલપતિશ્રી ડો પી. એચ. ટાંક સાહેબ સાથે મુખ્ય અતિથિ તરીકે વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. એમ. એમ. ત્રિવેદી અને અન્ય પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં મત્સ્ય પાલકો ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમ દરમ્યાન ઉકાઈ, જળાશયમાં ઉત્કૃષ્ટ કામગીરી કરતા શ્રી પ્રતાપભાઈ વસાવા, મંત્રી શ્રી સોનગઢ મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લી. અને શ્રી મગનભાઈ વસાવા, મંત્રીશ્રી બોરડા મત્સ્યોદ્યોગ સહકારી મંડળી લી. નું માનનીય કુલપતિ શ્રી ડો પી. એચ. ટાંક સાહેબના વરદ હસ્તે સન્માન પત્ર આપીને તેઓબે સન્માનિત કરવમાં આવેલ હતા. કામધેનુ યુનિવર્સિટી મત્સ્યપાલન ક્ષેત્રે સંશોધનો અને અભ્યાસ સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે અને અત્રેના વિસ્તારના ખેડૂતો અને વિદ્યાર્થીઓને પણ પશુપાલન, ડેરી અને મત્સ્યપાલન ક્ષેત્રે ભવિષ્ય માં લાભ મળશે એ માટે માનનીય કુલપતિ સાહેબે ખાતરી આપેલ, કાર્યક્રમના અંતે અત્રેના વિસ્તારના બાળકોને પઢાઈ (અભ્યાસ) સાથે પોષણ પણ મળે એ અભિયાન અંતર્ગત મિલેટ- કીટની વહેચણી કરવામાં આવી હતી.

 

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other