ઉનાળાનું ફળ ગલેલી : ખાનારને શીતળતા આપવા શ્રમિકો ધોમધખતાં તાપમાં વેચાણ માટે બેઠાં

Contact News Publisher
કુદરતે ઉનાળાનાં ધોમધખતા તાપમાં શરીરને ઠંડક અને તરસ છીપાવવા માટે ધરતીનાં ખોળે અનેક ફળોની ભેટ આપી છે જે પૈકી ઉનાળામાં જોવા મળતું એક અનોખુ ફળ ગલેલી એટલે કે તાડફળી. દરિયાકાંઠા વિસ્તારમાં જોવા મળતાં લગભગ સો ફૂટ ઉંચા તાડનાં વૃક્ષ પર ઝૂમખામાં થતાં આ ફળોને સ્થાનિકો મહામહેનતે ઉતારી તેમાંથી આજીવિકા રળવા સાથે ખાનારાને શીતળતા બક્ષે છે. આયુર્વેદમાં પણ જેનો ઉલ્લેખ છે એવાં શરીરને ખૂબ જ લાભદાયી તાડફળીને પોતાનાં પરિવારની ભૂખ ઠારવા અને અન્યની જઠરાગ્નિ તૃપ્ત કરી બે પૈસા કમાવાની આશા સાથે ધોમધખતાં તાપમાં ઓલપાડ-સુરત સ્ટેટ હાઈવે પર વેચાણ અર્થે બેઠેલા શ્રમિકો કેમેરામાં કેદ થયાં હતાં.
તસવીર : વિજય પટેલ (ઓલપાડ)