ડોલવણ તાલુકાના વાંકલા ગામની સીમમાં આવેલ ચીકનની દુકાનમાંથી એક્સપ્લોઝીવ ઝીલેટીન સ્ટીક ઝડપી પાડતી તાપી એસ.ઓ.જી.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ તથા એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇ ડોલવણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હેડ.કોન્સ કમલેશભાઇ કુષ્ણાભાઇને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, વાંકલા ગામે ઓલણ નદીકિનારે આવેલ આર.એસ. ચીકન સેન્ટરનો માલિક રાહુલભાઈ રાજીનભાઈ ગામીત પોતાના આર.એસ. ચીકન સેન્ટર નામની દુકાનમાં સ્ફોટક પદાર્થનો જથ્થો સંતાડી રાખેલ છે. તેવી બાતમી હકીકત આધારે બાતમી વાળી જગ્યા વાંકલા ગામે ઓલણ નદીકિનારે આવેલ આર.એસ. ચીકન સેન્ટર નામની દુકાનમાં આવતા એક ઇસમ નામે રાહુલભાઈ રાજીનભાઈ ગામીત ઉ.વ.૩૨ રહેવાસી, વાંકલા ગામ, ઓલણ નદી ફળીયું તા,ડોલવણ જી,તાપી મળી આવતા જેને સાથે રાખી દુકનમાં તપાસ કરતાં એક કાળા કલરની પ્લાસ્ટીકની થેલીમાં જીલેટીન ટોટા નંગ- ૦૨ કિ.રૂ. ૨૦૦/- તથા સાદી ઇલેકટ્રીક કેપ નંગ-૦૨ કિ.રૂ.૨૮ /- મળી આવેલ તેમજ આરોપી પાસેથી મોબાઇલ નંગ ૦૧ કિંમત રૂપિયા ૫૦૦૦/- મળી આવેલ જે કુલ કિમંત રૂપિયા- ૫,૨૨૮/-નો મુદ્દામાલ રાખી પોતાની તેમજ અન્યની જીંદગી જોખમાય તેમજ પોતાની મીલકતને નુકસાન થાય તે રીતે રાખી પકડાઇ જઇ ગુનો કરેલ હોય, આરોપી વિરૂધ્ધ ડોલવણ પોલીસ સ્ટેશનમા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
શ્રી, કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સુચના અને માર્ગદર્શન મુજબ અ.હે.કો. શરદભાઇ સુરજીભાઇ વળવી તથા અ.હે.કો. કમલેશભાઇ કૃષ્ણાભાઇ વળવી તથા અ.હે.કો. હિરેનભાઇ ચીમનભાઇ તથા અ.હે.કો. દાઉદભાઇ ઠાકોરભાઇ તથા એ.એસ.આઇ. રાજેન્દ્ર યાદવરાવ ચિત્તે તથા આ.પો.કો. વિપુલભાઇ રમણભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.