ઉધના રેલ્વે સ્ટેશને ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરનાર અજાણ્યા પુરૂષની ઓળખ થાય તો રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પ્રાપ્ત માહિતી મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૨૫ ના આશરાનો રહેવાસી જણાયેલ નથી. મરણ જનાર અજાણ્યો પુરૂષ તા.૧૧/૦૨/૨૦૨૫ ના રોજ કલાક: ૧૨/૫૫ વાગ્યાના અરસામા ઉધના રેલ્વે સ્ટેશન પ્લે.નં.૨ ના ઉત્તર તરફના છેડાની આગળ કિ.મિ.નં.૨૬૩/૦૧ ની બાજુમા મેન અપ રેલ્વે લાઇન પર ટ્રેન નં.19016 સૌરાષ્ટ્ર એક્સ. ટ્રેનની આગળ આવી પડતુ મુકતા કંમરના ભાગેથી કપાઇ અલગ થઈ જઈ સ્થળ પર મરણ ગયેલ છે. જે મરનારની લાશ તથા લાશ ઉપરના કપડાનુ વર્ણન તથા ફોટો નીચે મુજબ છે. જેની ઓળખ થઈ નથી. ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલ્વે પોલીસ સ્ટેશનમાં જાણ કરવા વિ. છે.
મરનારની લાશનું વર્ણન:-
ઉવ:-૨૫ ના આશરાનો, રંગે:-ઘઉં વર્ણનો, બાંધો:-મધ્યમ, ઉંચાઇ: ૫ X ૪
કપડાનું વર્ણન :-
બદનમાં સફેદ કલરનુ આખી બાયનુ શર્ટ ભુરા રંગનુ પેન્ટ, બ્લ્યુ કલરનો જાંગીયો પહેરેલ હતુ.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.