“મેદસ્વિતા મુક્ત ગુજરાત “(વેઈટ લોસ) અભિયાન અંતર્ગત ૧/૫/૨૫ થી ૩૦/૫/૨૫ સુધી નિશુલ્ક યોગશિબિર યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૮. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ મન કી બાત કાર્યક્રમમાં મેદસ્વિતા મુક્તિ માટે દેશવાસીઓને કરેલા આહવાનને ઝીલી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક મહિનાની નિશુલ્ક યોગશિબિર નું આયોજન સિનિયર સિટીઝન ક્લબ હોલ વ્યારા માં સવારે ૬ થી ૮ દરમિયાન કરવામાં આવેલ છે. સ્થૂળતાએ અનેક રોગોની જનની છે. આહાર, દિનચર્યામાં બદલાવ લાવી, યોગ, સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ દ્વારા સ્થૂળતાને અલવિદા કરીએ અને તંદુરસ્ત જીવન જીવીએ. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા નિશુલ્ક BMI રિપોર્ટ પહેલા અને છેલ્લા દિવસે કરવામાં આવશે. વહેલા તે પહેલા ધોરણે ફક્ત ૧૦૦ લોકોને પ્રવેશ આપવામાં આવશે. આપણા વ્યારાના આંગણે આવેલી તકનો લાભ લઈએ. વધુ માહિતી માટે તાપી જિલ્લા કોર્ડીનેટર જ્યોતિબેન મહાલે (૯૯૦૯૧૧૮૮૭૦)નો સંપર્ક કરવો.
૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.