ઉંચામાળા કેન્દ્ર શિક્ષકને બીટ નિરીક્ષકમાં બઢતી મળતા વિદાય અપાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ઃ ઉંચામાળા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક અને HTAT આચાર્યશ્રીશ્રી સંજયભાઈ ચૌધરીની નિમણૂક બીટ નિરીક્ષક કુકરમુંડા તાલુકામાં થતા તેમના સન્માનના કાર્યક્રમ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યવાહક પ્રમુખશ્રી અને તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી સુધાકર ભાઈ ગામીતના અધ્યક્ષતામાં કરવામાં આવી. તાપી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી શ્રી અને વ્યારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ગીરીશભાઈ ચૌધરી, વ્યારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના મહામંત્રી શ્રી કિરણભાઈ ગામીત, વ્યારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના કાર્યવાહક પ્રમુખશ્રી સુરેશભાઈ ગામીત ,નાણામંત્રી શ્રી કૌશિકભાઇ ચૌધરી, વ્યારા ઘટક સંઘના ઉપપ્રમુખશ્રીઓ સુંદરભાઈ, વિનયભાઈ ,કલ્પેશભાઈ તેમજ ટીચર સોસાયટીના પ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ ચૌધરી ,ટીચર સોસાયટીના મહામંત્રી શ્રી અજીતભાઈ ચૌધરી, જ્ઞાનદીપ સ્કૂલના આચાર્યશ્રી બકુલભાઈ ચૌધરી, ગામના સરપંચ શ્રી શૈલેષભાઈ ચૌધરી,લાયબ્રેરીના વિદ્યાર્થીઓ,બાળકો, નિવૃત્ત શિક્ષકો તેમજ સીઆરસી ઊંચામાળા ઊંચામાળા કેન્દ્ર અને બેડકુવા દૂર કેન્દ્રના મુખ્ય શિક્ષક મિત્રો ઉપ શિક્ષક મિત્રોની પ્રેરક ઉપસ્થિતિમાં આજરોજ તારીખ 5/ 4 /2025 શનિવાર ના રોજ સૌ મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ભવ્ય વિદાય અપાઈ.

૦૦૦૦૦૦૦૦

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *