સોનગઢના મશાનપાડાના રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા ગુમ થયેલ છે
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મશાનપાડા, તા.સોનગઢના રહેવાસી વિશાલ અરવિંદભાઈ ધોરાજીયા, ઉ.વ. ૩૨, જેઓ મૂળ રહેવાસી ચલથાણ,તા. પલસાણા, જિ: સુરતના છે. તેઓ તા.૨૫ માર્ચના રોજ કોઈને કહ્યા વગર વ્યારાના સયાજી સર્કલ પાસેથી ક્યાંક ચાલ્યા ગયેલ છે. તેમની ઊંચાઈ ૫. ૦૯ ફુટ છે, રંગે ઘઉંવર્ણ, સફેદ કલરનું ટીશર્ટ અને કાળા કલરની ટ્રેક પેન્ટ પહેરેલ છે તેમજ પગમાં બુટ પહેરેલ છે. ગુજરાતી, હિન્દી તથા અંગ્રેજી ભાષા જાણે છે. ગુમ થયેલ વિશે કોઈને જાણ થાય તો વ્યારા પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલરૂમનો ફોન નંબર ૦૨૬૨૬૨૨૦૦૩૩ અથવા ૦૨૬૨૬૨૨૧૫૦૦ પર સંપર્ક કરવા વિનંતી છે.
૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
