કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા મીઠાપાણીમાં મોટી ઉછેર વિષય પર તાલીમ યોજાઇ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સેન્ટર ઓફ એક્સલન્સ ઇન એક્વાકલ્ચર કામધેનુ યુનિવર્સીટી ઉકાઈ દ્વારા “મીઠાપાણીમાં મોટી ઉછેર” વિષય પર બે દિવસીય તારીખ ૧૭-૧૮ માર્ચ, ૨૦૨૫ ના રોજ મોટીચેર ગામ તા. માંડવી ખાતે યોજવામાં આવેલી છે. સદર કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મોટીચેર ના સરપંચ શ્રી ચૌધરી દીપકભાઈ , લીંબી મત્સ્ય મંડળીના મંત્રી શ્રી નારણભાઈ વસાવા, ડાયરેકટર નીમા ગ્રીન એનર્જી વ્યારા શ્રી ધર્મેશભાઈ ચૌધરી હેડ, સીઓઈ ઉકાઈના ડો. સ્મિત લેન્ડે હજાર રહેલ હતા. સદર તાલીમમાં ડો. સ્મિત લેન્ડે હેડ, સીઓઈ ઉકાઈ અને શ્રી સંજય વાળા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા મોતી ઉછેર બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું. સદર તાલીમમાં ૨૬ જેટલી બેહેનો ઉપસ્થિત રહેલ હતી. અને શ્રી સંજય વાળા, સિનિયર રિસર્ચ ફેલો દ્વારા પ્રૅક્ટિકલ કરાવવામાં આવશે. સદર તાલીમ અત્રેના વિસ્તારના બેહેનો માટે વ્યાવસાયિક દૃષ્ટિએ ભવિષ્યમાં ફાયદાકારક થશે.

 

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other