તાપી જિલ્લાના ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાના આક્ષેપો સાથે લેખિતમાં નિઝરના ટીડીઓને ફરિયાદ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગ્રુપ ગ્રામ પંચાયત રાયગઢમાં બંસીલાલ ભરતભાઈ પાડવીના ખેતરમાં જમીન લેવલિંગનું કામ મનરેગા યોજના હેઠળ કરાયું હોવાનુ તેમજ આ કામને ખોટી રીતે મંજુર કરાઈને નાણા ચૂકવવામા આવ્યા છે જયારે ખુદ બંસીલાલ ભરતભાઈ પાડવીએ આ કામ અંગે સવાલો ઊઠાવ્યા છે. તેમણે નિઝર ટી.ડી.ઓ.ને આપેલ લેખિત ફરિયાદમા જણાવ્યુ છે કે, હાલમાં ખેતરમાં તુવેરનો પાક ઉભો હોય તો કેવી રીતે જમીન લેવલિંગ કરવામાં આવ્યુ ? નિઝર તાલુકાના મનરેગા શાખાના દ્વારા ખોટી રીતે કામ બતાવી ખોટા ખેડૂત તથા ખોટા મજૂરો ઉભો કરી સરકારી રૂપિયાને સંગેવગે કર્યા છે. જે અંગે તપાસ કરવામાં આવે અને કસૂરવારો પર કડક કાર્યવાહી કરવામાં આવે.
હાલમાં જોવાનું એ રહ્યું કે નિઝર તાલુકાના ટીડીઓ આ મુદ્દા ઉપર તપાસ કરાવે તો સત્ય શું છે એ સામે આવશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.