મઢી રેલવે સ્ટેશને ચાલુ મેમુ ટ્રેનમાં ચઢવા જતાં કપાઈ જઈ મરણ પામેલ અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસનો સંપર્ક કરવો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૭૫/૨૦૨૪ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબના મરનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ. ૩૦ ના આશરાનો તા. ૨૮/૧૨/૨૦૨૪ ના કલાક ૦૮/૨૪ વાગ્યે મઢી રેલવે સ્ટેશન ટ્રેન નં. ૦૯૦૯૬ નંદુરબાર ઉધના મેમુ ટ્રેનથી રન ઓવર થઈ કમરથી કપાઈ જઈ મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો વ્યારા રેલવે આઉટ પોસ્ટ, સુરત રેલવે પોલીસ સ્ટેશન નંબર : ૬૩૫૯૬ ૨૮૫૧૨ ઉપર સંપર્ક કરવા વિનંતી છે.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાનો, રંગે- ધઉં વર્ણનો, શરીરે માધ્યમ બાંધો. જમણા હાથ ઉપર ” ઉમેશ ” નું ટેટૂ ત્રોફાવેલ છે. તથા જમણા હાથે બાવળા ઉપર “ફુલવાળાં ટેટૂ માં UMESH તથા દિલમાં UR ત્રોફાવેલ છે.
મરનારે પહરેલ કપડાનું વર્ણન :- શરીરે કાળા કલરની ટી શર્ટ તથા સફેદ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.