ઉધના-સુરત રેલ્વે સ્ટેશનની વચ્ચે રેલ્વે ટ્રેનથી ગળાના ભાગે કપાઈ ગયેલ અજાણ્યા પુરૂષનાં વાલી વારસો જોગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અ.મોત નં. ૨૩૩/૨૦૨૪ બી.એન.એસ.એસ. કલમ-૧૯૪ મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરૂષ ઉ.વ.આ. ૩૫ના આશરાનો ગત્ તા. ૨૪/૧૦/૨૦૨૪ ના રોજ સાંજે ૦૬:૨૫ વાગ્યા પહેલા સુરત રેલ્વે સ્ટેશન પ્લેટ ફોર્મ નંબર ૧. ઉપર કિ.મી.નં. ૨૬૬/૩૨-૩૪ની વચ્ચે કોઈપણ ડાઉન ટ્રેનથી કપાઈ જવાના કારણે મરણ ગયેલ છે. મરનારના વાલી-વારસોની તપાસ કરાવડાવતા મળી આવેલ નથી જેથી ઉપરોકત ફોટોમાં દેખાઈ આવતા અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો રેલ્વે પોલીસને જાણ કરશો.
મરણ જનારનું વર્ણન :- એક અજાણ્યો પુરૂષ ઉ.વ.૩૫ ના આશરાનો. શરીરે મધ્યમ બાંધાનો, ઉચાઇ ૫×૪” રંગે- ધઉં વર્ણનો. શરીરે કાળા કલરનો સફેદ ટપકાવાળો આખી બાંયનો શર્ટ તથા બ્લ્યુ કલરનો નાઈટ ટ્રેક પેન્ટ પહેરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.