છેલ્લા એક વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી નિઝર પોલીસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી રાહુલ પટેલ સાહેબ, પોલીસ અધિક્ષક, તાપી-વ્યારા તથા શ્રી આઇ.એન. પરમાર નાયબ પોલીસ અધિક્ષકશ્રી નિઝર વિભાગે જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓ ડીટેકટ કરી કડક કાર્યવાહી કરવા તા.૧૬/૧૨/૨૦૨૪ થી તા.૨૨/૧૨/૨૦૨૪ સુધી દિન-૦૭ ની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય જે અનુસંધાને
સુ.શ્રી. એમ.ડી.વિઠ્ઠલપરા પોલીસ ઈન્સ્પેકટર, નિઝર પોલીસ સ્ટેશન નાઓની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ અ.હે.કો. યોગેશભાઇ ભગતસિંહ તથા અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજી નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજીને મળેલ સંયુકત બાતમી આધારે નિઝર અડચી નાકા પાસેથી નિઝર પો.સ્ટે.મા નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો વોન્ટેડ આરોપી – નાગરસિંગ ઓમકારર્સિંગ સિકલીકર રહે, નલવા રોડ, મહાડા કોલોની, એકતાનગર, સિકલીકર મહોલ્લા, નંદુરબાર તા.જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) ને તા.૧૭/૧૨/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. સુ. શ્રી એમ.ડી. વિઠ્ઠલપરા, નિઝર પોલીસ સ્ટેશનની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ અ.હે.કો. યોગેશભાઇ ભગતસિંહ તથા અ.પો.કો. મેહુલભાઇ અરવિંદભાઇ તથા પો.કો. મુકેશકુમાર સેંધાજીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.