સ્યાદલા ગામનાં કિરીટ પટેલની ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તરીકે વરણી થતાં તાલુકા તથા જિલ્લા પ્રા. શિ. સંઘ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું

0
IMG-20241217-WA0001
Contact News Publisher

સુરત જિ. પ્રા. શિ. સંઘનાં મહિલા ઉપપ્રમુખ એવાં રીનાબેન રોઝલીન પણ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાર્યાધ્યક્ષ તરીકે સન્માનિત

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત જિલ્લા સહિત રાજ્યભરનાં પ્રાથમિક શિક્ષકોનાં પ્રશ્નો માટે હરહંમેશ પ્રયત્નશીલ અને કટિબદ્ધ એવાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ જયંતિભાઈ પટેલ તેમજ નનસાડ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રીનાબેન રોઝલીનને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી જૈમિનભાઈ પટેલ દ્વારા અનુક્રમે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ તથા કાર્યાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત તમામ તાલુકા ઘટક સંઘો દ્વારા બંને હોદ્દેદારોનાં વિશેષ સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા પંચાયત કચેરી ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા યોજાયેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓનાં વિદાય અને સત્કાર સમારંભ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભારતીબેન રાઠોડ, નાયબ નિયામક (માધ્યમિક), કમિશનરશ્રી શાળાઓની કચેરી, ગાંધીનગરનાં જયેશભાઈ પટેલ તથા ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અરૂણભાઈ અગ્રવાલની ઉપસ્થિતિમાં બંને હોદ્દેદારોને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદ ચૌધરી, સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંત પટેલ, પ્રફુલ પટેલ, ધીરુ પટેલ,અનિલ ચૌધરી સહિત જિલ્લા સંઘનાં તમામ હોદ્દેદારો, તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ અને મંત્રીઓ દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે જિલ્લાનાં તમામ બી.આર.સી. કો-ઓર્ડિનેટરો સહિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સ્ટાફગણે બંને મહાનુભવોને પુષ્પગુચ્છ અર્પણ કરી અભિનંદન પાઠવ્યા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other