સોનગઢ ખાતે ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ દિવસની ઉજવણી

0
Polish_20241115_210050140
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ભગવાન બિરસા મુંડા જન્મ જયંતી મહોત્સવ સમિતિ તાપી જિલ્લા દ્વારા ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિ દિવસ કે જેને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સોનગઢ કૉલેજ થી આદીવાસી પૂજા પદ્ધતિ, આદિવાસી વાજિંત્રો, શુભરાજ બેન્ડ પાર્ટી સાથે વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સોનગઢ બસસ્ટેન્ડ ખાતે શોભાયાત્રા જાહેરસભામાં પરિવર્તિત થઇ હતી.
જેમાં મુખ્ય વક્તા તરીકે પ્રો.શ્રી વસંતભાઈ ગામીત દ્વારા ભગવાન બીરસા મુંડા જીના જીવન ચરિત્ર ઉપર વક્તવ્ય આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ માં મુખ્ય અતીથી તરીકે શ્રીમતિ નયનાબેન યોગેશભાઈ ગામીત તથા અતિથિ વિશેષ તરીકે સોનગઢ કૉલેજના આચાર્ય ડૉ.રાજેશભાઈ પટેલ, જનજાતિ છાત્ર કાર્ય પ્રદેશ પ્રમુખ શ્રી હિરેનભાઈ ચૌધરી, એ.પી.એમ.સી. ચેરમેન શ્રી દામજીભાઈ ગામીત, સામાજિક અગ્રણી શ્રી વિક્રમભાઈ ગામીત, સમિતિ મંત્રી દીપ ગામીત સહિત યુવાનો, વડીલો, ભાઈઓ બહેનો વિશાળ સંખ્યામાં સહભાગી થયા હતા.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other