વિદ્યાકુંજ વિદ્યાલય વીરપુરની ૫૧ વિધાર્થીનીઓ ને ભારતીય માનક બ્યુરો દ્વારા માઇક્રોશીલ મેન્યુફેક્ચર વ્યારા ખાતે એક્સપોઝર વિઝિટ કરી ઓધોગિક પ્રવાસ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ ભારતીય માનક બ્યુરો સુરત વિભાગ દ્વારા તાપી જિલ્લામાં કુલ ૨૩ સ્ટાન્ડર્ડ ક્લબો ની શાળાઓના ૨૫ બાળકને એકપોઝર વિઝિટ યાને ઓઘોગીક પ્રવાસ તારીખ ૨૨ થી ૨૯ સુઘી માં તમામ સ્ટાન્ડર્ડ ક્લબ શાળાઓ ને માઇક્રોશીલ મેન્યુફેક્ચર વ્યારા ઉદ્યોગપતિ જીજ્ઞાબેન શાહ અને દિલીપભાઈ ગુજરાતી દ્વારા તમામ સહયોગ મળવાની ખાતરી સાથે પ્રવાસ કરાવવનું નકકી કરવામાં આવેલ છે.જેમાં આજથી પ્રથમ વિદ્યકુંજ વિધાલય ની ૫૧ દીકરીઓ સાથે જિલ્લાના રીશોર્ષ પરસન કેતન શાહ ની રાહબર અને માગૅદશૅન થી જીલ્લાની અંતરિયાળ વિસ્તારના ૯ થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને ને ઓઘોગીક એકમો વિષે જાણે સમજે પ્રત્યક્ષ અનુભૂતિ કરે તો તેના જીવનમાં બદલાવ લાવી શકાય. સાહસિકતા કેળવે, સ્ટાન્ડર્ડ વસ્તુઓ વિશે સમજે ઉપયોગ કરે અને તેનો પ્રચાર પ્રસાર કરે તે આશ્રય સિધ્ધ થાય. પ્રવાસ નિ શુલ્ક અને નાસ્તા સહિત સમગ્ર ખર્ચ ભારતિય માનક બ્યુરો દ્વારા કરવામાં આવે છે તો તમામ શાળા ને લાભ લેવા જિલ્લાના BIS ના કી રિશોર્સ પર્શન , જિલ્લા શૈક્ષિક આચાર્ય સંઘ ના અઘ્યક્ષ અને લોક વિજ્ઞાન કેન્દ્ર તાપી ના ડાયરેક્ટર કેતન શાહ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. માઈક્રોશીલ મેન્યું ફેક્ચર દ્વારા કાચ ની સ્લાઇડ અને કવર સ્લીપ નું ઉત્પાદન કેવી રીતે થાય તે અને તેનો ઉપયોગ સમજ મળવાથી બાળકોમાં જ્ઞાન સાથે એક ઊર્જા મળશે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.