વાલોડ પોલીસ સ્ટેશનનો મોબાઇલ ચોરીનો અનડીટેકટ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી/ પેરોલ- ફર્લો સ્કોર્ડ તાપી
(પ્રતિનિધિ દ્વારા, વ્થારા) : ગઇ તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બારીયા એલ.સી.બી. તાપી તથા એલ.સી.બી. /પેરોલ ફર્લો સ્કોર્ડ તાપીના પોલીસ માણસોએ ખાનગી બાતમીદારો રોકી તેમજ ટેક્નીકલ સર્વેલન્સ આધારે તપાસ ચાલુ હતી. દરમ્યાન સાથેના એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બારીયા તથા અ.હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઈને સયંકત્ત રીતે બાતમી હકિકત મળેલ કે, વાલોડ પોલીસ સ્ટેશન મા નોંધાયેલ મોબાઇલ ચોરીના અનડીટેકટ ગુનાના કામે ફરિયાદીશ્રી ભાવનાબેન ભગુભાઇ હળપતી રહે,બુહારી બોરડી ફળીયુ તા.વાલોડ જી.તાપીનો વિવો કંપની Y20 મોબાઇલ ફોન કોઇ અજાણ્યો ચોર ચોરી કરી લઇ ગયેલ હોય જે ફોન બુહારીમાં રહેતો વસીમ અજીમ પઠાણ નામનો વ્યક્તિ વાપરતો હોય જે હાલ બુહારી માર્કેટ પાસે હોવાની માહિતી આધારે બુહારી માર્કેટ ખાતે તપાસ કરતા આ સીમકાર્ડ ધારક આરોપી- વસીમ અજીમ પઠાણ ઉ.વ.૨૨ રહે-બુહારી રહિમનગર તા.વાલોડ જી.તાપી ના પાસેથી આ ગુનામાં ચોરીમાં ઉપરોકત મોબાઇલ ફોન મળી આવતા મોબાઇલ ફોન બાબતે તેમની પુછપરછ કરતા અને મોબાઇલ ફોનના માલિકીના આધાર પુરાવા/બીલની માંગણી કરતા તેઓના પાસે કોઇ બીલ કે કોઇ આધાર પુરાવા નહિ હોવાનું જણાયેલ. જેથી આ મોબાઇલ તેણે ચોરી અથવા છળકપટથી મેળવેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જણાય આવતા આ મોબાઇલ ફોનની કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કબજે કરી પકડાયેલ વ્યક્તિને આજરોજ તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આ ગુનાના કામે આગળની વધુ તપાસ માટે વાલોડ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) વસીમ અજીમ પઠાણ ઉ.વ.૨૨ રહે-બુહારી રહિમનગર તા.વાલોડ જી.તાપી
મળી આવેલ મુદ્દામાલ :-
(૧) વિવો કંપની Y20 મોબાઇલની કિંમત રૂ.૧૦,૦૦૦/- નો મુદ્દામાલ
શોધાયેલ ગુનાઓ :-
વાલોડ પોલીસ સ્ટેશન પાર્ટ.એ. ૧૧૮૨૪૦૦૨૨૪૧૨૨૫/૨૦૨૪ બી.એન.એસ.ની કલમ- ૩૦૩ મુજબ
કામગીરી કરનાર ટીમ :-
પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી.તાપી નાઓની સુચનાથી એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ બારીયા, અ.હે.કો. વિનોદભાઇ પ્રતાપભાઇ તથા પેરોલ ફર્લો સ્કોર્ડના અ.પો.કો. હસમુખભાઇ વિરજીભાઇ તથા અ.પો.કો. વિનોદભાઈ ગોકળભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.