ઉકાઇ પોલીસ સ્ટેશનમાં ખુનની કોશિષના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ગઇ તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ એલ.સી.બી. તાપી, એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કોડ, તાપીના પોલીસ માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ તથા અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇને મળેલ બાતમી આધારે મહારાષ્ટ્ર રાજ્યના અકકલકુવા ખાતેથી ઉકાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખુનની કોશિશ તથા આર્મ એકટ મુજબના ગુનાના કામે સંડોવાયેલ નાસતો ફરતો આરોપી- રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ સેવાસિંગ શિખલીકર (શીખ) ઉ.વ.૩૩ રહે-અક્કલફુવા સોરાપાડા તા.જી.નંદુરબાર મહારાષ્ટ્ર તા.૧૯/૧૦/૨૦૨૪ ના રોજ અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે ઉકાઇ પો.સ્ટે.ને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એલ.સી.બી. તાપીની સુચનાથી એ.એસ.આઇ. જગદીશભાઇ જોરારામભાઇ, અ.હે.કો. જયેશભાઇ લીલકીયાભાઇ, અ.હે.કો. અનિરૂધ્ધસિંહ દેવસિંહ, અ.પો.કો. રવિન્દ્રભાઇ મહેન્દ્રભાઇ નોકરી એલ.સી.બી.તાપી તથા પેરોલ ફર્લો સ્કોડના અ.પો.કો. રાહુલભાઇ દિગંબરભાઇએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
