ટોયોટા ઇનોવા ક્રિસ્ટા ગાડીમાં દારૂની હેરાફેરી કરતા દારૂનાં જથ્થા સાથે આરોપીઓને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાંચ તાપી તથા પેરોલ- ફર્લો સ્કોર્ડ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી ડી.એસ. ગોહિલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી., તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ પો.સ.ઈ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી, એલ.સી.બી. તાપીના પોલીસ માણસો સાથે વ્યારા પો.સ્ટે. વિસ્તારમાં બાયપાસ હાઇવે પર ખાનગી વાહનમાં પ્રોહી./જુગાર ગુના અંગે પેટ્રોલીંગમાં નીકળેલા દરમ્યાન સાથેના અ.હે.કો. બીપીનભાઈ રમેશભાઇ તથા પો.કો. પ્રકાશ રામાભાઇને ખાનગી રાહે સંયુક્ત રીતે બાતમી મળેલ કે, “ને.હા.નં.-૫૩ સોનગઢથી સુરત જતા રોડ પર એક ડાર્ક ગ્રે કલરની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર નં.- GJ-05-RW-1512માં બે વ્યકિતઓ આગળના ભાગે બેસી કારમાં પાછળના ભાગે દારૂનો જથ્થો ભરી સુરત તરફ જનાર છે “. જે બાતમી હકિકતથી આધારે વ્યારા બાયપાસ હાઇવે ટીચકપુરા ત્રણ રસ્તા ખાતે સોનગઢથી સુરત જતા ટ્રેક પર અલગ અલગ ટીમ બનાવી વોચમાં હતા દરમ્યાન સોનગઢ તરફથી બાતમીમાં જણાવ્યા મુજબની ઇનોવા ક્રિસ્ટા કાર નં.- GJ-05-RW-1512 આવતા તેને રોકી તેમાં બેસેલ આરોપીઓ (૧) હસન સાજીદ શેખ, ઉ.વ.૪૩, રહે. પ્લોટ નં.-૧૦૮, રૂમ નં.- ૪, સુવિધાનગર, ડુંગરાગામ, તા.પારડી, જી.વલસાડ (૨) મહેશભાઇ અમ્રતભાઇ હળપતી, ઉ.વ.૩૮, રહે. મંદિર ફળીયુ, કુંતાગામ, તા.વાપી, જી.વલસાડને તેઓના કબ્જાની ટોયોટા ઇનોવા ક્રિસ્ટા કાર નં.- GJ-05-RW-1512 આશરે કિં. રૂ! ૮,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની /ઇંગ્લીશ દારૂની નાનીમોટી બોટલો/ટીન કુલ- ૧૮૭૨, કુલ કિંમત રૂ. ૩,૭૨,૬૧૨/- નો પ્રોહી મુદ્દામાલ તથા મોબાઇલ નંગ-૦૨, કિં.રૂ. ૩,૫૦૦/-, રોકડા રૂ. ૧,૫૦૦/- તથા ફાસ્ટેગ સ્ટીકર નંગ-૨, પતરાની નંબર પ્લેટ નંગ-૦૪, કિં. રૂ. ૦૦/- તથા એક કાળા કલરનુ કપડુ, કિં. રૂ. ૦૦/- મળી કુલ્લે રૂ. ૧૧,૭૭,૬૧૨/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આ આરોપી વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી સારૂ વ્યારા પોલીસ સ્ટેશનને સોંપેલ છે.
કામગીરી કરનાર ટીમ :-
પો.ઇન્સ. ડી.એસ. ગોહીલ, એલ.સી.બી., જી.તાપીની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. પો.સ.ઈ.શ્રી એન.જી. પાંચાણી એલ.સી.બી. તાપી તથા એ.એસ.આઇ. ગણપતસિંહ રૂપસિંહ, અ.હે.કો. વિનોદભાઈ પ્રતાપભાઇ તથા અ.પો.કો. પ્રકાશ રામાભાઇ, અ.પો.કો. અરૂણસિંહ જાલમસિંહ, ડ્રા.પો.કો. સુનિલભાઇ ખુશાલભાઇ તથા અ.હે.કો. બીપીનભાઇ રમેશભાઇ, પો.કો. ધનંજય ઇશ્વરભાઈ અને પો.કો. હસમુખભાઇ વિરજીભાઈ નોકરી- એલ.સી.બી., જી.તાપીએ કામગીરી કરેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.