વીરપુર વિદ્યાકુંજ વિધ્યાલયની ૫૧ દીકરીઓએ રેકટર અને શાળાના આચાર્ય સાથે બહુચરાજી માતાજીના મંદિરે નવરાત્રીનો આનંદ માણ્યો

0
IMG-20241014-WA0000
Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા બહુચરાજી માતાજીના મંદિરે નવરાત્રીના પાવન પર્વે આઠમના દિવસે ૫૬ ભોગ અને યજ્ઞનો વીરપુર વિદ્યાકુંજ વિધ્યાલય શાળાની ૫૧ દીકરીઓ એ રેકટર શીલાબેન અને શાળાના આચાર્ય કેતન શાહ સાથે લાભ લઈ ગરબાનો આનંદ માણ્યો.

વ્યારા નગરના બહુચરજી ચોક છ રસ્તા પર બહુચરાજી માતાજીની મંદિરે વીરપુર વિધ્યકુંજ વિધ્યાલયની ૫૧ દીકરીઓ સાથે શાળાના આચાર્ય કેતન શાહ અને રેકટર શીલાબેન ગામીત સહિત માતાજીની ઉપાસના પૂજા અર્ચના આરતી કરી ગરબા રમ્યા અને નવરાત્રીની ઉજવણીમાં ભાગ લઈ ગરબાની રમઝટ માણી હતી. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા શાળાની દીકરીઓને નાસ્તો કરાવ્યો અને આઇસક્રીમ સાથે ચોકોબર આપી સ્વાગત કરવામાં આવ્યું હતુ.

 

વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other