PPC અંતર્ગત ‘સબકી યોજના સબકા વિકાસ’ અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લામા ગ્રામ સભાઓ યોજાઇ
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: ૪: ભારત સરકારના પીપલ્સ પ્લાન કેમ્પીયન (PPC) ૨૦૨૪-૨૫ અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે ગ્રામ પંચાયતના વિકાસ પ્લાન ગ્રામસભામા મંજુર કરવા માટે ‘સબકી યોજના સબકા વિકાસ’ અભિયાનના ભાગરૂપે તારીખ ૨જી ઓક્ટોબરના રોજ વિશેષ ગ્રામસભાઓ યોજાઇ હતી.
ડાંગના જિલ્લા કક્ષાના નોડલ અધિકારી-વ-નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલના માર્ગદર્શન હેઠળ આહવા, વઘઇ, અને સુબીર તાલુકાના નોડલ અધિકારીઓ એવા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા, ડાંગ જિલ્લામા આ ગ્રામસભાઓ યોજવામા આવી હતી.
જેમા આગામી વર્ષનુ બજેટ, ગત વર્ષોમા થયેલ કામોનુ ઓડીટ જેવા મુદ્દાઓની ચર્ચા કરવામા આવી હતી. આ ગ્રામસભાઓમા સરપંચો, સભ્યો, તાલુકા કક્ષાના અધિકારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સરકારશ્રી દ્વારા અગાઉ નિયત કરવામા આવેલા કાર્યક્રમો અન્વયે ગાંધી જંયતિના દિવસે નિયમિત ગ્રામસભાઓ યોજવામા આવે છે.
–
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.