ઓલપાડની કમરોલી પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણી
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ ) : ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત હસ્તકની કમરોલી પ્રાથમિક શાળામાં રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીનાં ભાગરૂપે બાળકોએ મહાત્મા ગાંધીજીની તસવીરને પુષ્પગુચ્છ અર્પણ કરી વૈષ્ણવ જન તો તેને રે કહીએ ભજન આલાપ્યું હતું.
શાળાનાં આચાર્ય જ્યોતિબેન પટેલે દેશની આઝાદી માટે બાપુએ આપેલ યોગદાનને બાળકો સમક્ષ રજૂ કરી તેમનાં આદર્શોને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો. આ તકે સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે ગાંધીજીનાં સ્વચ્છતા સંદેશને અનુલક્ષીને સૌને આદર્શ રાષ્ટ્રનો આદર્શ નાગરિક ધર્મ બજાવવા હાકલ કરી હતી.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
