સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોનનું આયોજન
Contact News Publisher
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સુરત ખાતે અખિલ ભારતીય મારવાડી યુવા મંચ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત સમાજને ફીટ રાખવાનાં હકારાત્મક સંદેશ સાથે સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયક્લોથોનને સુરત પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે ફ્લેગ ઓફ દ્વારા પ્રારંભ કરાવ્યો હતો. જેમાં 300 જેટલાં સાયકલિસ્ટો સહિત ઓલપાડ તાલુકાનાં વિવિધ ઈનોવેશન ક્ષેત્રે સક્રિય એવાં સાયકલિસ્ટ શિક્ષક ડો. ધર્મેશ પટેલ પણ ઉત્સાહભેર ભાગ લઈને સમાજને નિર્ધારિત સંદેશો પહોંચાડવા સહભાગી થયા હતાં.
પ્રવર્તમાન સમયમાં લોકોમાં બેઠાડું જીવન સામાન્ય બનતું જાય છે ત્યારે નિયમિત કસરત, રનિંગ, સાયકલિંગ મહત્વપૂર્ણ બની ગયું છે. નાગરિકોને સર્વાંગી રીતે ફીટ રાખવાનાં આ સરાહનીય પ્રયાસને અપેક્ષિત પ્રતિસાદ સાંપડ્યો હતો.
